Bigg Boss/ સલમાન ખાનના શો માં ભાગ લેવા અંગે ટીના દત્તાની પ્રતિક્રિયા, અનોખી રીતે આપ્યો જવાબ

ટીના દત્તા એ એક મેગેઝિનના કવર પર પોતાનો ફોટો પોસ્ટ કરતા તેણે લખ્યું- ‘બિગ બોસ ટાઇમ્સ માટે કવર ગર્લ, કારણ કે અમારા પ્રેમ સંબંધોની અફવાઓ…

Entertainment
ટીના દત્તા

લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ 15’ હાલ ચર્ચમાં છે. આ સીઝનમાં કયા સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે તે અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા સતત થિયા રહી છે. અત્યાર સુધી સમાચાર આવી રહ્યા હતા કે સીરીયલ ‘ઉત્તરન’ માં ‘ઈચ્છા’ નું પાત્ર ભજવીને દર્શકોનું દિલ જીતનાર અભિનેત્રી ટીના દત્તા શોમાં હાજરી આપશે, પરંતુ તેણે આ અફવાને અનોખી રીતે નકારી કાઢી છે.

આ પણ વાંચો :આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યો છે ફિલ્મ અગ્નિપથ ફિલ્મનો આ કલાકાર, સંભળાવી પોતાની કહાની

ટીના દત્તાએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં સ્પષ્ટ કર્યું છે કે તે સલમાન ખાનના શો ‘બિગ બોસ 15’નો ભાગ નહીં બને. એક મેગેઝિનના કવર પર પોતાનો ફોટો પોસ્ટ કરતા તેણે લખ્યું- ‘બિગ બોસ ટાઇમ્સ માટે કવર ગર્લ, કારણ કે અમારા પ્રેમ સંબંધોની અફવાઓ ચાલુ છે …’ તેમણે હેશટેગ લખ્યું છે – #NotGoingBiggBoss.

Instagram will load in the frontend.

આપને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ટીના દત્તા, જે એક સમયે કલર્સનો ચહેરો હતી, નિર્માતાઓ દ્વારા બિગ બોસ 15 માટે તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જો બધુ બરાબર થાય તો તે આ શોમાં જોવા મળશે. આ પહેલા ટીનાને બિગ બોસ 14 માં પણ ઓફર કરવામાં આવી હતી. પરંતુ તેણે તેને ના પાડી દીધી હતી.

a 306 સલમાન ખાનના શો માં ભાગ લેવા અંગે ટીના દત્તાની પ્રતિક્રિયા, અનોખી રીતે આપ્યો જવાબ

આ પણ વાંચો :બોલીવુડ સિંગર મનોજ મુંતશિરની એક કવિતાને લઈ સામે આવ્યો વિવાદ, જાણો શું છે આ મામલો

‘ઉત્તરન’માં ઈચ્છાની ભૂમિકાએ ટીનાને ખ્યાતિની ઊંચાઈઓ પર લઈ ગઈ. આ સીરિયલમાં ટીનાએ એક નિર્દોષ છોકરી ઈચ્છાનું પાત્ર ભજવ્યું હતું, જેની માતા અમીર ઘરમાં નોકરાણી તરીકે કામ કરતી હતી. ટીના ટીવી સિરિયલ ‘કર્મફલ દતા શનિ’માં જોવા મળી હતી. આ સીરિયલમાં તેણે દેવી દામિનીની ભૂમિકા ભજવી હતી. કામના મોરચે, તે છેલ્લે વેબ શો ‘નક્સલબાડી’માં જોવા મળી હતી.

a 307 સલમાન ખાનના શો માં ભાગ લેવા અંગે ટીના દત્તાની પ્રતિક્રિયા, અનોખી રીતે આપ્યો જવાબ

શોની શરુઆતની માહિતી સાથે, બિગ બોસના ઘરમાં મહેમાન બનેલા સ્પર્ધકોના નામ જાણવા માટે દરેક વ્યક્તિ તલપાપડ થઇ રહ્યા છે. અહેવાલો અનુસાર, કરણ કુન્દ્રા, રોનિત રોય, ડોનલ બિષ્ટ, અમિત ટંડન, અવિકા ગૌર, અફસાના ખાન, નેહા મારદા, સિમ્બા નાગપાલ, નિધિ ભાનુશાળી, બરખા બિષ્ટ, મીરા દેવસ્થલે, સાહિલ ઉપ્પલ જેવા ઘણા કલાકારોના નામ સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો :મરાઠી અભિનેત્રી ઈશ્વરી દેશપાંડે અને તેના બોયફ્રેન્ડનું કાર અકસ્માતમાં મોત

આ પણ વાંચો :શ્રીદેવીના સુપરહિટ સોંગ પર પાકિસ્તાની એક્ટ્રેસ આયજા ખાને કર્યો ડાન્સ, જુઓ