જુનાગઢ/ આજે ગરવા ગીરનારની લીલી પરિક્રમાનું સમાપન થશે,જેમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાયું

પરિક્રમાના રૂટ ઉપર પાણીના બોટલના કાળા બજાર કરવામાં આવી રહ્યા હતા, તો બીજી બાજુ સાધુ-સંતો દ્વારા તાત્કાલિક પરિક્રમાર્થીઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

Gujarat
Untitled 282 2 આજે ગરવા ગીરનારની લીલી પરિક્રમાનું સમાપન થશે,જેમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાયું

   ગુજરાતમાં એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં   લીલી પરિક્રમાનું  ખાસ  મહત્વ હોય છે. જેમાં  લાખો  લોકો  અનેકશહેરોમાંથી  જુનાગઢ પરિક્મા કરવા આવતા હોય છે વતા હોય છે.  જે છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારી ના લીધે બંધ કરાઈ હતી . તે આ વખતે અતે પરવાનગી  આપતા શરૂ કરાઈ હતી. ત્યારેઆજના  દિવસે એટલે કે જે દેવ દિવાળીના પાવન દિવસે ગરવા ગિરનારની ફરતે યોજાતી 36 કિલોમીટર લાંબી પરિક્રમા વિધિવત રીતે સંપન્ન થશે.  ભક્તોને બાદમાં પરિક્રમા કરવા દેવાની છૂટ અપાતા શ્રદ્ધા સાથેની આ વર્ષે યોજાયેલ લીલી પરિક્રમા આજે સંપન્ન થવા જઈ રહી છે. પરંતુ અનેક અગવડો અને કઠિન પરેશાની પરિક્રમાર્થીઓને ઉઠાવી પડી હોવાની વ્યાપક બૂમો ઉઠવા પામી છે.

જો કે ગત વર્ષે તંત્ર દ્વારા પ્રતિકાત્મક પરિક્રમા માટે 25 પ્રતિનિધિઓને આ પરિક્રમા કરવા દેવામાં આવી હતી અને આ પરિક્રમા દરમિયાન 36 કિલોમીટર લાંબા રૃટ ઉપર બિરાજતા દેવી-દેવતાઓના પૂજન અર્ચન કરી, આ પરિક્રમા પૂર્ણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:Movie Masala / શેરશાહ બાદ હવે યોદ્ધા બનશે સિદ્ધાર્થ મલ્હોત્રા, ફિલ્મના પોસ્ટર સાથે રિલીઝ ડેટની જાહેરાત

દરમિયાન આ વર્ષે સરકાર દ્વારા છેલ્લે સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો ન હતો અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર સરકારના નિર્ણયની રાહ જોઈ બેસી રહ્યો હતો ત્યારે અંત સમયે 400 સાધુ-સંતો-મહંતો ને આ પરિક્રમા કરવા દેવામાં આવે તેવી મંજૂરી આપવામાં આવી હતી અને પરિક્રમાના પ્રારંભ બાદ શ્રદ્ધાળુ, ભક્તોને પણ પરિક્રમાના રૂટ ઉપર પરિક્રમા કરવા દેવા જવામાં આવ્યા હતા. જોકે એ માટે પરિક્રમાર્થીઓને કોરોનાની હેડલાઇનનું પાલન કરવું ફરજિયાત હતું. પરંતુ પરિક્રમાર્થીઓ માંથી પ્રાપ્ત વિગતો અને ફરિયાદો મુજબ પરિક્રમા રૂટ ઉપર તંત્ર દ્વારા અગાઉથી પાણી, ભોજન અને રહેવા સહિતની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. જેના કારણે પરિક્રમાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

મળતી માહિતી મુજબ પરિક્રમાના રૂટ ઉપર પાણીના બોટલના કાળા બજાર કરવામાં આવી રહ્યા હતા, તો બીજી બાજુ સાધુ-સંતો દ્વારા તાત્કાલિક પરિક્રમાર્થીઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેના કારણે પરિક્રમાર્થીઓને ભોજન પ્રસાદની સગવડ તો થઈ જવા પામી હતી પરંતુ પાણી માટે વલખાં મારવા પડ્યા હતા.દરમિયાન આજે દેવ દિવાળી નો પાવન દિવસે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે ગિરનારની ફરતે યોજાતી લીલી પરિક્રમા વિધિવત રીતે રાત્રિના સંપન્ન થશે.

આ પણ વાંચો ;Video / લગ્ન બાદ મુંબઈ એરપોર્ટ પર આ અંદાજમાં જોવા મળ્યા રાજકુમાર રાવ અને પત્રલેખા, જુઓ