Not Set/ “અતિથી દેવો ભવ” : પીએમ મોદીએ પ્રોટોકોલ તોડીને ઇઝરાયેલના પીએમનું કર્યું ભાવભીનું સ્વાગત

ઇઝરાયેલના પ્રાઈમ મીનીસ્ટર બેંજામિન નેતન્યાહૂ રવિવારથી છ દિવસના ભારત પ્રવાસે દિલ્લી પહોંચ્યા હતા. આ ૧૫ વર્ષ બાદ કોઈ ઇઝરાયેલના પીએમ ભારત આવી આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલ તોડીને ઇઝરાયેલના પીએમનું ગળે મળીને તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. તેમના પત્નીને આવકાર્યા હતા. બીજી બાજુ ભારત માટે આ મુલાકાત ખુબ અગત્યની માનવામાં આવી રહી છે. […]

Top Stories
DTfO4vgUQAEAh37 "અતિથી દેવો ભવ" : પીએમ મોદીએ પ્રોટોકોલ તોડીને ઇઝરાયેલના પીએમનું કર્યું ભાવભીનું સ્વાગત

ઇઝરાયેલના પ્રાઈમ મીનીસ્ટર બેંજામિન નેતન્યાહૂ રવિવારથી છ દિવસના ભારત પ્રવાસે દિલ્લી પહોંચ્યા હતા. આ ૧૫ વર્ષ બાદ કોઈ ઇઝરાયેલના પીએમ ભારત આવી આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલ તોડીને ઇઝરાયેલના પીએમનું ગળે મળીને તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. તેમના પત્નીને આવકાર્યા હતા. બીજી બાજુ ભારત માટે આ મુલાકાત ખુબ અગત્યની માનવામાં આવી રહી છે. નેતન્યાહુની આ મુલાકાત દરમિયાન ઈઝરાયલ અને ભારત વચ્ચે રક્ષા અને વ્યાપાર સહિત અનેક ક્ષેત્રે મહત્વના કરાર થવાના છે.

૧૫ વર્ષ બાદ ભારતની મુલાકાતે આવી રહેલા ઇઝરાયેલના પીએમ નેતન્યાહુની પહેલી બેઠક વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સાથે થવાની છે. બાદમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે તેઓ બેઠક યોજશે. પીએમ મોદી નેતન્યાહૂ વચ્ચે સોમવારે હૈદરાબાદ હાઉસમાં બેઠક યોજાશે. તેમાં પેલેસ્ટાઈન, જેરુસલેમ, મિડલ ઈસ્ટ વિવાદ વગેરે મુદ્દે ચર્ચા થઇ શકે છે. આ ઉપરાંત તેઓ પોતાની સાથે સૌથી મોટા ડેલિગેશન સાથે ભારત આવી રહ્યા છે. તેમાં ૧૩૦ બિઝનેસમેન સામેલ છે. બંને રાષ્ટ્રપ્રમુખની દ્વિપક્ષીય ચર્ચામાં ભારત અને ઈઝરાયલ વચ્ચે ૪૪૫ કરોડ રૂ.ના જમીનથી હવામાં પ્રહાર કરતી ૧૩૧ મિસાઈલો સહિત અન્ય કરાર થવાની સંભાવના છે.

ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂ ૬ દિવસની મુલાકાત દરમિયાન દિલ્લી, આગરા, અમદાવાદ અને મુંબઈની મુલાકાત પણ લેશે. વડાપ્રધાન મોદીના ગૃહ રાજ્ય અમદાવાદની મુલાકાત દરમિયાન નેતન્યાહુ  મોદીને સમુદ્રના ખારા અને ગંદા પાણીને શુદ્ધ કરતી જીપ ભેટમાં આપશે.