ટાર્ગેટ/ આજે મોદી-શાહ સાથે ગુજરાતના પ્રવાસે : શું કરશે કમાલ?

રાજકીય ઈતિહાસ પણ એવું જ કહે છે કે જયારે વાત રાજનીતિની હોય કે ચૂંટણીનાં પરિણામ બદલવા હોય ત્યારે હંમેશા મોદી અને શાહની જોડીએ કમાલ કરી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચુંટણી આવી રહી છે અને આ જોડી ગુજરાતનાં પ્રવાસે એક સાથે આવી છે ત્યારે અનેક બાબતો વિચારવી જ રહી.

Top Stories Rajkot Gujarat
મોદી શાહ

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે તો રાજકીય હિલચાલ તો રહેવાની જ છે. વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી પણ આજે ગુજરાતના પ્રવાસે છે. આજે થોડીવારમાં એટલે કે સવારે લગભગ 10 વાગ્યે, વડાપ્રધાન  રાજકોટમાં આટકોટ ખાતેની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ માતુશ્રી કે. ડી. પી.ની મુલાકાત લેશે. જેનું સંચાલન પટેલ સેવા સમાજ દ્વારા કરવામાં આવે છે. વડાપ્રધાન ની આટકોટ હોસ્પિટલની મુલાકાત અને તેમાં  થયેલ વર્તન અનેક રાજકીય સમીકરણો ઉકેલી શકે છે. આ મુલાકાત પછી પ્રધાનમંત્રી જાહેર સમારોહમાં સંબોધન કરશે.

વધુ વિગત અનુસાર લગભગ બપોરે 4 કલાકે, પ્રધાનમંત્રી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘સહકાર સે સમૃદ્ધિ’ પર વિવિધ સહકારી સંસ્થાઓના નેતાઓના સેમિનારને સંબોધિત કરશે, જ્યાં તેઓ IFFCO, કલોલ ખાતે નિર્મિત નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કરશે.પ્રધાનમંત્રી ગાંધીનગરમાં ગુજરાતનું સહકારી ક્ષેત્ર સમગ્ર રાષ્ટ્ર માટે રોલ મોડલ રહ્યું છે. રાજ્યમાં સહકારી ક્ષેત્રમાં 84,000 થી વધુ મંડળીઓ છે. આ મંડળીઓ સાથે લગભગ 231 લાખ સભ્યો સંકળાયેલા છે. રાજ્યમાં સહકારી ચળવળને વધુ મજબુત બનાવવાની દિશામાં વધુ એક પગલું તરીકે, ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘સહકાર સે સમૃદ્ધિ’ વિષય પર વિવિધ સહકારી સંસ્થાઓના આગેવાનો સાથે સેમિનાર યોજાશે. સેમિનારમાં રાજ્યની વિવિધ સહકારી સંસ્થાઓના 7,000 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. વડાપ્રધાન મોદી  લગભગ 175 કરોડ રૂપિયાના ખર્ચે કલોલ ખાતે ઈફ્કો નિર્મિત નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે. નેનો યુરિયાના ઉપયોગ દ્વારા પાકની ઉપજમાં વધારાને ધ્યાનમાં રાખીને અલ્ટ્રામોર્ડન નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. પ્લાન્ટ દરરોજ 500 મિલીલીટરની લગભગ 1.5 લાખ બોટલનું ઉત્પાદન કરશે.

મોદી અને શાહની જોડી ગુજારાતમાં તો લોકપ્રિય છે જ તો સાથે દિલ્હી અને વિદેશોમાં પણ લોકપ્રિયતા વધી રહી છે. રાજકીય ઈતિહાસ પણ એવું જ કહે છે કે જયારે વાત રાજનીતિની હોય કે ચૂંટણીનાં પરિણામ બદલવા હોય ત્યારે હંમેશા મોદી અને શાહની જોડીએ કમાલ કરી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચુંટણી આવી રહી છે અને આ જોડી ગુજરાતનાં પ્રવાસે એક સાથે આવી છે ત્યારે અનેક બાબતો વિચારવી જ રહી.  કારણકે અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે છે તેઓ 27 મેની મોડી રાત્રે અમદાવાદમાં આવી ગયા છે. 28મેના રોજ અમિતશાહનું જામનગર એરપોર્ટ પર આગમન થશે. જામનગરથી હેલિકોપ્ટર દ્વારા તેઓ દ્વારકા પહોંચશે.  દ્વારિકાધીશ સમક્ષ શીશ ઝુકાવીને તેઓ મરીન પોલીસ હેડ કવાર્ટર ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચશે.

123

આ પણ વાંચો :સેવી-ગોદરેજ ટાઉનશીપના રહીશો હવે મેદાનમાં આવશે