Not Set/ ટોટલ ધમાલની પાંચમા દિવસે પણ કમાલ, કરી  8 કરોડની કમાણી

ટોટલ ધમાલ ફિલ્મ રજૂ થઈ ત્યારથી સતત બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી રહી છે. અનિલ કપૂર તથા માધુરી દિક્ષિતને વર્ષો બાદ એકસાથે દર્શાવતી તેમજ  સાથે સાથે અજય દેવગણ, રીતેશ દેશમુખ, જેવા કલાકારો જોવા મળી રહયા છે. ડિરેક્ટર ઇન્દ્ર કુમારે બોલિવૂડના મોટા સ્ટાર્સ પસંદ કર્યા છે જેનો ફિલ્મને ફાયદો મળ્યો છે. બોક્સ ઓફિસના આંકડા પ્રમાણે […]

Uncategorized
total dhamaal movie review india tv 1550831932 ટોટલ ધમાલની પાંચમા દિવસે પણ કમાલ, કરી  8 કરોડની કમાણી

ટોટલ ધમાલ ફિલ્મ રજૂ થઈ ત્યારથી સતત બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી રહી છે. અનિલ કપૂર તથા માધુરી દિક્ષિતને વર્ષો બાદ એકસાથે દર્શાવતી તેમજ  સાથે સાથે અજય દેવગણ, રીતેશ દેશમુખ, જેવા કલાકારો જોવા મળી રહયા છે. ડિરેક્ટર ઇન્દ્ર કુમારે બોલિવૂડના મોટા સ્ટાર્સ પસંદ કર્યા છે જેનો ફિલ્મને ફાયદો મળ્યો છે.

બોક્સ ઓફિસના આંકડા પ્રમાણે ટોટલ ધમાલે પાંચમા દિવસે આશરે 8.25 થી 8.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એટલે ફિલ્મે અત્યાર સુધીમાં  79 કરોડ સુધીનું કલેક્શન કર્યું છે. હવે જોવાનું એ રહે છે કે પ્રથમ વીક પૂર્ણ થતા સુધીમાં ફિલ્મ કેટલો વકરો કરે છે.

ટોટલ ધમાલે રાજ્ય પ્રમાણે જોઇએ તો ઉત્તર પ્રદેશ, ગુજરાત, બિહાર અને  મધ્ય ભારતમાં સારી કમાણી કરી છે. કદાચ આવનારા દિવસોમાં ફિલ્મ 100 કરોડનો નફો કરી શકે છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે કરેલા ટ્વિટ પ્રમાણે શુક્રવારે ફિલ્મની કમાણી 16.50 કરોડ. શનિવારે 20.40 કરોડ, રવિવારે 25.50 કરોડ અને સોમવારે 9.85 કરોડ કમાયા છે તો આજે ફિલ્મ 8 કરોડની આસપાસ કમાણી કરી રહી છે.