Not Set/ દેશમાં કોરોનાના કેસ સમાપ્તી તરફ,આજે કોરોનાના નવા 2 હજારથી વધુ કેસ,27 દર્દીઓના મોત

દેશ સહિત વિશ્વમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે,જે સારી વાત છે પરતું હાલમાં જ ચીનમાં નવા કોરોનાના કેસ મળી આવતા ખળભળાટ મછી જવા પામ્યું છે,

Top Stories India
4 24 દેશમાં કોરોનાના કેસ સમાપ્તી તરફ,આજે કોરોનાના નવા 2 હજારથી વધુ કેસ,27 દર્દીઓના મોત

દેશ સહિત વિશ્વમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે,જે સારી વાત છે પરતું હાલમાં જ ચીનમાં નવા કોરોનાના કેસ મળી આવતા ખળભળાટ મછી જવા પામ્યું છે, આને ધ્યાનમાં લઇને ચીન સરકારે સત્વરે અનેક પ્રદેશમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. ભારતમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે, છેલ્લા તબક્કામાં કોરોના જોવા મળી રહ્યો છે. ત્રીજી લહેર સમાપ્ત થઇ રહી છે. એક દિવસમાં માત્ર બે હજાર  પાંચસો ત્રણ કેસ સામે આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2,503 નવા કેસ નોંધાયા છે અને 27 લોકોના મોત થયા છે. કોવિડ કેસમાં 19.6 ટકાનો ઘટાડો થયો છે. અત્યાર સુધીમાં કોરોનાના કુલ 42,993,494 કેસ નોંધાયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો તેમની સંખ્યા 36,168 છે. છેલ્લા 24 કલાકમાં 4,377 લોકો કોરોનાથી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 42,441,449 લોકો સાજા થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 515,877 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 4,61,318 રસીકરણ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,80,19,45,779 થયા છે.