AMC/ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયે 1 મહિના થવા આવ્યો, છતાંય કમીટીઓની રચનાને લઈને નેતાઓમાં અવઢવ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામ આવ્યાના ઘણાં સમય બાદ હજુ પણ ઘણી કમિટીઓ ની જાહેરાત કરવામાં આવી નથી. મેયર અને ડે.મેયર સાથે ફક્ત  સ્ટેન્ડિંગ કમિટી ની રચના કરવામાં આવી છે.

Ahmedabad Top Stories Gujarat
lalit vasoya 37 ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયે 1 મહિના થવા આવ્યો, છતાંય કમીટીઓની રચનાને લઈને નેતાઓમાં અવઢવ

@રીમા દોશી, અમદાવાદ 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામ આવ્યાના ઘણાં સમય બાદ હજુ પણ ઘણી કમિટીઓ ની જાહેરાત કરવામાં આવી નથી. મેયર અને ડે.મેયર સાથે ફક્ત  સ્ટેન્ડિંગ કમિટી ની રચના કરવામાં આવી છે. આ સિવાય ની 16 કમિટીઓ ની રચના કરવા માં હજુ પણ અસમંજસ જોવા મળી રહ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીમાં સ્થાન નહીં મળેલા અસંતુષ્ટ કોર્પોરેટરો ને બીજી કમિટીઓ માં પણ સારો હોદ્દો જોઈએ છે. આ માટે  કોર્પોરેટર પોતાના મોટા નેતાઓની લાગવગ નો પણ ઉપયોગ કરતા હોય છે. તો ઘણી કમિટીમાં  કોર્પોરેટર ને એક કરતા વધુ જગ્યાએ  સ્થાન મળે છે. મેયર ,ડેપ્યુટી મેયર પાસે બે કે ત્રણ કમિટીઓ નો  વધારાનો ચાર્જ રહેલો હોય છે. આગામી એક અઠવાડિયામાં આ તમામ કમિટીઓ ની વીધીવત જાહેરાતની શક્યતાઓ જોવાઈ રહી છે. કોંગ્રેસના જીતેલા એક પણ ઉમેદવારોને  કમિટીમાં સ્થાન મળતું નથી, જયારે 7 સીટો સાથે જીતેલા AIMIM ને સ્થાન મળી શકે છે.

  • કોર્પોરેટરો મોટા નેતાઓની શરણમાં..
  • કોંગ્રેસ ને નહિ મળે કમિટીમાં સ્થાન..
  • AIMIM ના ઉમેદવારોને મળી શકે છે લાભ :સૂત્ર

ગત કોર્પોરેશન 2015 થી 2020 માં કમિટીઓમાં સભ્યોની સંખ્યાઓ નીચે મુજબ હતી.

  1. સ્ટેન્ડીગ કમિટી                              (12 સભ્યો )
  2. ટ્રાન્સપોર્ટ કમિટી                              (8 સભ્યો )
  3. વોટર સપ્લાય એન્ડ સુએજ કમીટી     (16 સભ્યો )
  4. રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી                  (16 સભ્યો )
  5. હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ

    મેનેજમેન્ટ કમિટી                              (16 સભ્યો )

  1. હોસ્પિટલ કમિટી                               (16 સભ્યો )
  2. રિક્રિએશન એન્ડ ક્લચરલ કમિટી           (16 સભ્યો )
  3. ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ કમિટી      (16 સભ્યો )
  4. હાઉસિંગ ઈમ્પ્રુમેંન્ટ એન્ડ ews આવાસ (16 સભ્યો )
  5. રેવન્યુ કમિટી                                 (16 સભ્યો )
  6. લીગલ કમિટી                                 (16 સભ્યો )
  7. મટીરીયલ એન્ડ પરચેઝ કમિટી         (16 સભ્યો )
  8. મહિલા અને બાલ વિકાસ કીમીટ        (16 સભ્યો )
  9. સ્ટાફ સિલેક્શન                                 (5 સભ્યો )
  10. વી એસ જનરલ બોર્ડ                         (5 સભ્યો )
  11. વેટરનીટી હોસ્પિટલ કમિટી                 (2 સભ્યો )
  12. બેચરદાસ દવાખાના                          (2 સભ્યો )

અમ્યુકો માં હજુ  પણ કમિટીઓ ની જાહેરાત કરવામાં આવી નથી. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયે 1 મહિના જેટલો સમય થવા આવ્યો છે. કમીટીઓનું રચનાને લઈને નેતાઓમાં અવઢવ જોવા મળી રહી છે. મેયર, ડે.મેયર સાથે સ્ટેન્ડિંગ કમિટીની જાહેરાત થી ચુકી છે. પરંતુ 16 કમિટીઓ ની જાહેરાત હજુ પણ બાકી છે. અસંતુષ્ટોને કમિટીમાં સ્થાન આપવામાં આવશે..? સારી કમિટીઓમાં હોદા લેવા રણનીતિઓ શરૂ શરુ થઈ ચુકી છે.