મોરબી/ હળવદ પોલીસે પાઠ ભણાવ્યાં : ટ્રાફિક અને અકસ્માત અંગે સાવધાની રાખવાનું શીખવ્યું

હાઇવે પર બની રહેલા અકસ્માતને પગલે ગંભીરતા જોઈને લોકોમાં જાગૃતતા આવે અને રોડ સેફ્ટી અને આરટીઓનાં નિયમોનું પાલન કરે એવા હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.

Gujarat Others
હળવદ

હળવદ પોલીસ દ્વારા નેશનલ હાઇવે પર નીકળતા વાહન ચાલકોને રોડ સેફટી અને નિયમોની જાણકારી સાથે સાથે વાહન ચલાવતી વખતે રાખવાની તકેદારી વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી અને વાહનો પાછળ રેડિયમ પટ્ટી લગાવવી ફરજિયાત છે જે નિયમો બાબતે પણ માહિતગાર કરીને જેઓએ રેડિયમ પટ્ટી નહોતી લગાવી તેમના વાહનો પર પોલીસે રેડિયમ પટ્ટી લગાવી તેઓને જાગૃત કરવાં પ્રયત્ન કર્યો હતો. હાઇવે પર બની રહેલા અકસ્માતને પગલે ગંભીરતા જોઈને લોકોમાં જાગૃતતા આવે અને રોડ સેફ્ટી અને આરટીઓનાં નિયમોનું પાલન કરે એવા હેતુથી મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીનાં માર્ગદર્શન હેઠળ હળવદ પાઈ એમ.વી.પટેલ, પીએસઆઈ ટાપરીયા, રામદાનભાઇ ગઢવી, કિરીટભાઇ જાદવ, દેવુભા ઝાલા, ગંભીરસીંહ ચૌહાણ, મહેશભાઇ આહિર, ભાવેશભાઇ આહિર, લીંબાભાઇ રબારી, બીપીનભાઇ પરમાર, વિજયભાઇ સાસીયા, સુરુભા પરમાર, હિતેશભાઇ દલવાડી, કિશોરભાઇ પટેલ, મયુરભાઇ રમેશભાઇ, વિપુલભાઇ નાયક, ભરતભાઇ આલ સહિતના સ્ટાફ દ્વારા અપીલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :  આજે ભાજપની બેઠક, 2024ની લોકસભા ચૂંટણી પર બનશે રણનીતિ