અમદાવાદ/ રથયાત્રામાં ઘટી દુર્ઘટના, દરિયાપુરમાં બાલ્કનીનો સ્લેબ ધરાશાયી થતા એક યુવકનું મોત

રથયાત્રા દરમિયાન મકાનની બાલ્કની ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ દરિયાપુર કડિયાનાકા પાસે મસ્જિદ નજીક મકાનની બીજા માળની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો છે.

Ahmedabad Top Stories Gujarat
રથયાત્રા

આજે અષાઢી બીજ છે. ત્યારે દેશભરમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગચર્યાએ નીકળ્યા છે. દેશમાં સૌથી મોટી બીજા નંબરની રથયાત્રા અમદાવાદમાં નીકળી છે. ભગવાનનાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઊમટી  ભગવાનના  દર્શન માટે ઉમટી છે. ત્યારે આવમાં દરિયાપુરમાં રથયાત્રા પસાર થતી હતી ત્યારે એક દુર્ઘટના સર્જાઈ હતી. કડિયા નાકા વિસ્તારમાં સ્લેબ ધરાશાયી થયો હતો. જેમાં એક યુવકનું મોત થયું છે જયારે 22 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે. તમામ ઈજાગ્રસ્તોને કાટમાળમાંથી બહાર કાઢીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. AMC દ્વારા દુર્ઘટના થયા બાદ મકાન જોખમી હોવાની ચેતવણીનું સ્ટીકર લગાવવામાં આવ્યું હતું.

અમદવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા નિકળી છે. જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ભગવાન જગન્નાથના દર્શન ઉમડ્યા હતા. ત્યારે આ રથયાત્રા દરમિયાન મકાનની બાલ્કની ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ દરિયાપુર કડિયાનાકા પાસે મસ્જિદ નજીક મકાનની બીજા માળની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો છે. ત્યારે નીચે ઉભા રહીને દર્શન કરતાં લોકોમાંથી 22થી વધુ લોકોને સામાન્ય ઇજા થઈ હતી અને તેમણે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

નોંધનીય છે કે રથયાત્રાના રૂટ પર જર્જરિત મકાનોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી હતી. રૂટ પર 312 જેટલા મકાનોને નોટિસ અપાઈ હતી. જેમાં ખાડિયામાં 180 મકાનો, દરિયાપુરમાં 109 મકાનોને ભયજનક હોવાની નોટિસ અપાઈ હતી. જમાલપુરમાં 10, શાહીબાગમાં 9 અને શાહપુરમાં 4 મકાનોને પણ નોટિસ આપવામાં આવેલી છે.

આ પણ વાંચો:બનાસકાંઠામાં ભારે વરસાદના લીધે બેના મોત

આ પણ વાંચો:રેલવે કુંભમેળાને લઈને સ્પેશ્યલ 800 ટ્રેન દોડાવશે

આ પણ વાંચો:શક્તિસિંહ ગોહિલ સોમવારે ગુજરાત કોંગ્રેસ પ્રમુખનો કાર્યભાર સંભાળશે

આ પણ વાંચો:અમદાવાદમાં રથયાત્રા નિમિત્તે કેટલા રસ્તા પર ડાયવર્ઝન, કેટલા બંધ તે જાણો