ચૂંટણી પરિણામ/ મનપા બાદ પંચાયતની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસનો કરુણ રકાસ, પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું પડ્યું

વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢ એવા ધરીમાં ગાબડું પડ્યું છે, તો ધારી બેઠક પર આમ આદમી પાર્ટીની ધમાકેદાર જીત થઈ છે. ત્યારે આ મામલે કોંગ્રેસે મનોમંથન કરવું જરૂરી પડ્યું છે.

Top Stories Gujarat Others
A 38 મનપા બાદ પંચાયતની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસનો કરુણ રકાસ, પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું પડ્યું

રાજ્યના છ મહાનગરો બાદ રવિવારે ગુજરાતમાં 31 જીલ્લા પંચાયત, 81 નગરપાલિકા તથા 231 તાલુકા પંચાયતો માટે મતદાન થયું હતું, જેની આજે મતગણતરી હાથ ધરવામાં આવી છે, ત્યારે આ ચૂંટણીમાં પણ કોંગ્રેસ પાર્ટીનો કારમો પરાજય થતો જોવા મળી રહ્યો છે, જયારે ભાજપનો ભગવો લહેરાવો નક્કી થઇ ગયું છે.

આજે હાથ ધરવામાં આવી રહેલી ચૂંટણીમાં અત્યારસુધીમાં જેટલા પરિણામો સામે આવ્યા છે, એમાં કોંગ્રેસ પાર્ટી બેકફૂટ પર જણાઈ રહી છે. આ ચૂંટણીમાં સૌથી મોટો ઝટકો વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાણાનીને લાગતો જોવા મળી રહ્યો છે.\

આ પણ વાંચો : દેશમાં વેક્સીનેશનના બીજા તબક્કાનો પ્રારંભ, CM રુપાણી 15 દિવસ બાદ લેશે રસી

વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢ એવા ધરીમાં ગાબડું પડ્યું છે, તો ધારી બેઠક પર આમ આદમી પાર્ટીની ધમાકેદાર જીત થઈ છે. ત્યારે આ મામલે કોંગ્રેસે મનોમંથન કરવું જરૂરી પડ્યું છે.

આપને જણાવી દઈએ ક, ગુજરાતમાં અમરેલી જીલ્લો એ કોંગ્રેસનો ગઢ મનાય છે અને વર્ષોથી પાર્ટીના ઉમેદવારો ત્યાં જીતતા આવ્યા હે, પરંતુ આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ધમાકેદાર પ્રર્દશનથી રાજકીય નિષ્ણાંતો પણ ચોંકી ઉઠ્યા છે.

આ પણ વાંચો :  અમદાવાદમાં પોલીસે ખાખી વર્ધી પર લગાવ્યું લાંછન, કર્યું એવું પછી મામલો બિચક્યો