Video/ ગોંડલમાં હિટ એન્ડ રનમાં વૃદ્ધનું કરુણ મોત, ઘટના CCTVમાં થઈ કેદ

રાજકોટ જિલ્લાના ગોંડલમાં  હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એક કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર એક દુકાનમાં ઘૂસી ગઈ હતી.

Videos
a 84 3 ગોંડલમાં હિટ એન્ડ રનમાં વૃદ્ધનું કરુણ મોત, ઘટના CCTVમાં થઈ કેદ
  • રાજકોટઃ ગોંડલમાં હિટ એન્ડ રનની ઘટના
  • સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ
  • કાર ઘુસી દુકાનમાં, બે બાઈકને લીધા અડફેટે
  • ઘટના સ્થળે એક વૃદ્ધનું મોત
  • પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
  • વિક્રમસિંહજી કોમ્પલેક્ષ રોડ પર બની ઘટના

રાજ્યમાં સતત હિટએન્ડ રનની ઘટનાઓ સામે આવી રહી છે સાથે સાથે આવી ઘટનાના CCTV પણ સામે આવતા હોય છે, ત્યારે વધુ એક ઘટનાના CCTV સામે આવ્યા છે. રાજકોટ જિલ્લાના ગોંડલમાં  હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એક કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર એક દુકાનમાં ઘૂસી ગઈ હતી. કારની અડફેટે  આવેલા એક વૃદ્ધનું મૃત્યુ થયું છે. કારે બે બાઈકને પણ અડફેટે લીધા હતા. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ દુર્ઘટના વિક્રમસિંહજી કોમ્પ્લેકક્ષ રોડ પર બની  હતી.

આ પણ વાંચો:દાંતાના ડુંગરોમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા તંત્ર ખડાપગે : વન્યજીવોમાં ડરનો માહોલ

આ પણ વાંચો:સુરતમાં કરોડોની કિંમતનું સોનું પકડાયું : ડીઆરઆઈના દરોડા