રોડ અકસ્માત/ વટામણ-ભાવનગર હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, પાંચ લોકોના કરૂણ મોત

ઇકો વાનમાં સવાર લોકો જુનાગઢ લીલી પરિક્રમા કરીને પરત ફરતા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકો…

Top Stories Gujarat Others
પાંચ લોકોના મોત

રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટનાઑ વધી રહી છે. એક પછી એક સામે આવતી અકસ્માતની ઘટનામાં બીજાની બેદરકારીના લીધે અનેક માસૂમ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવે કગે, આજે વહેલી સવારે ભાવનગર –વટામણ હાઇવે લોહિયાળ બન્યો છે ભાવનગર-વટામણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં પાંચ લોકોના મોત થયા છે. જ્યારે 3 લોકો  ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. ઇકો વાનમાં સવાર લોકો જુનાગઢ લીલી પરિક્રમા કરીને પરત ફરતા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. ઘાયલોને 108 દ્વારા ખંભાત સારવાર માટે ખસેડાયા હતાં.

આ પણ વાંચો :તળાવમાં માટી ખનનના કારસ્તાન સામે ગામલોકોનો હલ્લાબોલ જેસીબી-ટ્રેલરોને ભગાવ્યા

હાઈવે પર ઈકો કાર અને ટેન્કર ધડાકાભેર અથડાતા ગોજારો અસ્માત સર્જાયો હતો. જેમાં ઈકો કારના કચ્ચરઘાણ થઈ ગયા હતો જ્યારે કારમાં સવાર પાંચ લોકોના મોત નિપજ્યા હતા.તો અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજા થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત બાદ ટેન્કરનો ચાલક ફરાર થઇ ગયો હતો.

આ પણ વાંચો :ઇતિહાસમાં પહેલી વખત એક માઇ ભક્તે સવા કિલો સોનાનું છત્ર અને 1.11 કરોડનો ચેક અર્પણ કર્યો

આ મામલે મળતી માહિતી અનુસાર, વટામણ ભાવનગર હાઈવે પર ઈકો કાર અને ટેન્કર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં બાદ રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો જો કે અકસ્માતની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને ટ્રાફિકને હળવો કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ મૃતકોને પીએમ અર્થે ખસેડીને પરિવારને જાણ કરી હતી. અકસ્માતમાં મુત્યુ પામનાર તમામ લોકો ખંભાતના હોવાનું સામે આવ્યું છે જ્યારે અકસ્માતમાં અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો :રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની 2 ડીસેમ્બરે ચૂંટણી યોજશે

આ પણ વાંચો :સીએનજી ગેસના ભાવમાં ફરી વધારાના પગલે સુરેન્દ્રનગર જીલ્લાના 20 હજાર રીક્ષાચાલકોને અસર

આ પણ વાંચો :  કિસાન આંદોલને સાબિત કર્યું કે સરકાર ઉપર લોકતંત્ર છે : ધારાસભ્ય વિરજી ઠુમર