Urine Incident/ ફ્લાઇટ બાદ હવે ટ્રેનમાં પણ ‘પેશાબ કાંડ’! નશામાં TTએ મહિલાના માથા પર કર્યો ‘પેશાબ’

એક મોટા સમાચાર અનુસાર, એર ઈન્ડિયાની ફ્લાઈટ બાદ હવે ટ્રેનમાં મુસાફરી દરમિયાન પેશાબ કાંડ નો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે.

Top Stories India
પેશાબ કાંડ

એક મોટા સમાચાર અનુસાર, એર ઈન્ડિયાની ફ્લાઈટ બાદ હવે ટ્રેનમાં મુસાફરી દરમિયાન પેશાબ કાંડ નો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ટ્રેનમાં એક કપલ અમૃતસરથી મુસાફરી કરી રહ્યું હતું. પરંતુ આ દરમિયાન એક TT એ મહિલા મુસાફર પર પેશાબ કર્યો હતો.

મળતી માહિતી અનુસાર, અમૃતસરથી કોલકાતા જતી અકાલ તખ્ત એક્સપ્રેસમાં ગત રવિવારે રાત્રે એક શરમજનક ઘટના બની હતી. આ ટ્રેનમાં હાજર TT એ મહિલાના માથા પર પેશાબ કર્યો હતો. જ્યારે મહિલાએ એલાર્મ વગાડ્યું, ત્યારે પતિ અને સાથી મુસાફરોએ TT ને પકડી લીધો અને સોમવારે સવારે ચારબાગ ખાતે જીઆરપીને સોંપી દીધો.

આ મામલે જીઆરપીએ જણાવ્યું કે અમૃતસરનો રાજેશ તેની પત્ની સાથે અકાલ તખ્ત એક્સપ્રેસના A-1 કોચમાં મુસાફરી કરી રહ્યો હતો. મધરાતે 12 વાગ્યે તેની પત્ની તેની સીટ પર સૂતી હતી. આથી બિહારના TT મુન્ના કુમારે તેના માથા પર પેશાબ કર્યો હતો.

સ્થળ પર અવાજ કરતાં મુસાફરો એકઠા થઈ ગયા હતા અને TT ને પકડી લીધો હતો. તેમજ, ટોળાએ આ TT ને જોરદાર માર માર્યો હતો. મુસાફરોએ જણાવ્યું કે TT મુન્ના ખરાબ રીતે નશામાં હતો. તે જ મુસાફરની ફરિયાદ પર રિપોર્ટ નોંધ્યા બાદ TT મુન્નાને ન્યાયિક કસ્ટડી હેઠળ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

બીજી બાજુ તાજેતરમાં જ ન્યૂયોર્કથી દિલ્હી જતી અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટમાં એક નશામાં ધૂત વ્યક્તિએ નજીકમાં બેઠેલા મુસાફર પર પેશાબ કર્યો હતો. તે જ સમયે, આ ઘટના પછી, પેસેન્જરને IGI એરપોર્ટથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે, આ જ વર્ષે ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પણ આવી જ ઘૃણાસ્પદ ઘટના બની હતી.

આ પણ વાંચો:મંચ પર અતિ ઉત્સાહિત થયા MPના મંત્રી, કહ્યું- ગાય પાળનારાઓને જ ચૂંટણી લડવાનો મળવો જોઈએ અધિકાર

આ પણ વાંચો: LLB નો અભ્યાસ કરતી આ યુવતીએ કર્યા ભગવાન કૃષ્ણ સાથે લગ્ન, માતા-પિતાએ કર્યું કન્યાદાન

આ પણ વાંચો:કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્ર સિંહ કાલવીનું નિધન, લાંબા સમયથી ચાલી રહી હતી સારવાર

આ પણ વાંચો:હરિયાણાના પાણીપતમાં વાર્ષિક બેઠકમાં RSSએ હિંદુત્વનો ઉલ્લેખ કરીને આ ઠરાવ પસાર કર્યો

આ પણ વાંચો:આસામમાં ગેરકાનૂની વિદેશીઓ ડિટેન્શન સેન્ટરમાં રહેશે, ટ્રાન્સફરનું કામ પૂર્ણ