Nikol Police station/ નિકોલ પીઆઈ કે.ડી.જાટ સામે કાર્યવાહીને બદલે આક્ષેપ કરનાર બે પીએસઆઈની બદલી

જાટ સામેની તપાસમાં શું કાર્યવાહી કરાશે તેની ચાલી રહેલી ચર્ચા

Gujarat Ahmedabad
Beginners guide to 2024 05 13T200200.412 નિકોલ પીઆઈ કે.ડી.જાટ સામે કાર્યવાહીને બદલે આક્ષેપ કરનાર બે પીએસઆઈની બદલી

Ahmedabad news : અમદાવાદ શહેરના નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ કે.ડી.જાટ સામે પોલીસ સ્ટેશનના જ બે પીએસઆઈએ માનસિક ત્રાસ અને ખરાબ વર્તનના આક્ષેપ કર્યા હતા. જેમાં એક પીએસઆએ અમદાવાદના પોલીસ કમિશનર તેમજ ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે પીઆઈ કે.ડી.જાટના માનસિક ત્રાસને કારણે આપઘાત કરી લેવાના વિચાર આવે છે. જેને પગલે પીઆઈ કે.ડી.જાટ વિરુદ્ધ ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી. જો કે પીઆઈ જાટ સામે કાર્યવાહી કરવાને બદલે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે આક્ષેપ કરનાર બે પીએસઆઈની જ બદલી કરી દેતા પોલીસ બેડામાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે.
નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ જે.બી શિયાળે શહેર પોલીસ કમિશનર તથા ગૃહ રાજ્યમંત્રીને લેખિત અરજી કરી હતી. જેમાં જણાવ્યું હતું કે નિકોલ પોલીસ સ્ટેશનના પીઆી કે.ડી. જાટ વારંવાર ચોક્કસ પીએસઆઈને જ બંદોબસ્ત ફાળવે છે. ઉપરાંત જયારે કોઇપણ વિષયને લઈને રજૂઆત કરવા જાય ત્યારે પીઆઈ જાટ અપશબ્દોનો પ્રયોગ કરીને અપમાનિત કરે છે.
ઉપરાંત એક વર્ષ અગાઉ નિકોલ પોલીસ સ્ટેશનના સાતથી આઠ પોલીસકર્મીઓએ પણ પીઆઈ જાટના ગેરવર્તન અને ત્રાસથી કંટાળીને બદલી કરાવી લીધી હતી. પીઆઈ જાટ ચોકીઓ બદલી નાખીને યોગ્ય રીતે નોકરી પણ કરવા ન દેતા હોવાનો આક્ષેપ કરાયો હતો.
દરમિયાન રાજેશ યાદવ નામના પીએસઆઈએ પણ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને ફરિયાદ કરી હતી કે પીઆઈ કે.ડી. જાટના ત્રાસથી કંટાળી ગયો છું વારંવાર અભદ્ર શબ્દોનો પ્રયોગ કરીને અપમાનિત કરે છે. જેથી માનસિક તણાવ અનુભવું છું અને કંટાળી ગયો છું.
બે પીએસઆઈએ કરેલા આક્ષેપોને લઇને હવે એચ ડિવિઝન એસીપીએ તપાસ શરૂ કરી છે. ત્યારે બે દિવસમાં તપાસ પૂર્ણ કરવાની બાંયધરી આપનાર અધિકારીઓ આ પીઆઈ કે.ડી. જાટ કે જેમની પર અગાઉ અનેક આક્ષેપો થયા હતા તેમની સામે શું કાર્યવાહી કરે છે તે અંગે પોલીસ વિભાગમાં ચર્ચા ચાલી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: એસજી હાઈવે પર ઈકો કારે અડફેટે લેતા 15 વર્ષીય કિશોરનું મોત

આ પણ વાંચો: આજથી ત્રણ દિવસમાં કમોસમી વરસાદ ત્રાટકશે

આ પણ વાંચો: ગુજરાતમાં હાર્ટએટેકથી બે દિવસમાં છનાં મોત

આ પણ વાંચો: પગાર સમયસર નહીં તો કામ નહીં, રાજકોટમાં બસ ડ્રાઇવરોની હડતાળ