Gandhinagar News/ સચિવાલમાં બદલીનો દોર: 14 SOની બદલી, 3 અધિકારીને DySOમાંથી પ્રમોશન

Gujarat News : સચિવાલયમાં આજે બદલી-બઢતીના આદેશો જાહેર થયા છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ, 14 સેક્શન અધિકારીઓની બદલી કરવામાં આવી છે અને 3 નાયબ સેક્શન અધિકારીઓને સેક્શન અધિકારી તરીકે બઢતી આપવામાં આવી છે.

Gujarat Breaking News

Gujarat News : સચિવાલયમાં વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા વર્ગ-2ના 14 સેક્શન અધિકારીઓની બદલી કરી, તેમને અન્ય વિભાગોમાં સેક્શન અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. વર્ગ-3ના 3 નાયબ સેક્શન અધિકારીઓને વર્ગ-2ના સેક્શન અધિકારી તરીકે બઢતી આપવામાં આવી છે. આ બઢતી હંગામી ધોરણે આપવામાં આવી છે.

સામાન્ય વહીવટ વિભાગે બદલી-બઢતીના આદેશ કર્યા છે. સેક્શન અધિકારી, વર્ગ-2ના 14 અધિકારીઓની બદલી કરાઈ છે, જ્યારે નાયબ સેક્શન અધિકારી, વર્ગ-3ના 3 અધિકારીઓને સેક્શન અધિકારી, વર્ગ-2 તરીકે બઢતી આપવામાં આવી છે.સચિવાલય સામાન્ય સંવર્ગ પર ફરજ બજાવતાં સેક્શન અધિકારી, વર્ગ-2ના કિસ્સાઓમાં વિવિધ વિભાગ/કચેરીમાંથી તાત્કાલિક અસરથી બદલી કરી તેમની સેવાઓ વિવિધ વિભાગ/કચેરી ખાતે સેક્શન અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. સચિવાલય સામાન્ય સંવર્ગ પરના નાયબ સેક્શન અધિકારી, વર્ગ-૩ (પગાર ધોરણ રૂ.39,900-1,26,600/- પે મેટ્રીક્સ લેવલ-7)ને સચિવાલય સામાન્ય સંવર્ગ, સેક્શન અધિકારી, વર્ગ-2 (પગાર ધોરણ રૂ.44,900-1,42,400 પે મેટ્રીક્સ લેવલ-8) ની જગ્યા પર તદ્દન હંગામી ધોરણે સેક્શન અધિકારી તરીકે બઢતી આપવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં 25 IPS અધિકારીઓની બદલી: શમશેરસિંઘને એન્ટી કરપ્શન બ્યૂરોના ડિરેક્ટર પદ પર યથાવત

આ પણ વાંચો: રાજ્યમાં ફરી એક વખત IAS અધિકારીઓની બદલી

આ પણ વાંચો: ગુજરાતમાં IAS અધિકારીઓની બદલી, ગૌણ સેવા પંસદગી મંડળને મળ્યા નવા ચેરમેન