Not Set/ હવે ટ્રેનમાં રાત્રે મોબાઈલ કે લૅપટૉપ ચાર્જ નહીં થઇ શકે, જાણો કેમ

જો તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો તો દિવસે જ તમારો મોબાઇલ કે લેપટોપ ચાર્જ કરી લેજો. કારણ કે રાત્રે વીજ સપ્લાય બંધ થઇ જશે

Top Stories India
indianrailways 660 300321011725 હવે ટ્રેનમાં રાત્રે મોબાઈલ કે લૅપટૉપ ચાર્જ નહીં થઇ શકે, જાણો કેમ

જો તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો તો દિવસે જ તમારો મોબાઇલ કે લેપટોપ ચાર્જ કરી લેજો. કારણ કે રાત્રે વીજ સપ્લાય બંધ થઇ જશે. ભારતીય રેલવેએ આપેલી માહિતી અનુસાર દરેક પ્રકારના કોચમાં હવેથી ચાર્જિંગ વીજ સપ્લાય રાત્રે બંધ કરી દેવામાં આવશે અને મુસાફરો રાત્રે તેમના ફોન અને લેપટોપ ચાર્જ કરી શકશે નહીં.

ભારતીય રેલવેએ તેના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. આ અંતર્ગત હવેથી મુસાફરો રાતના સમયે ટ્રેનમાં મોબાઈલ ફોન અથવા લેપટોપ ચાર્જ કરી શકશે નહીં, સાથે જ રાત્રે 11 થી સવારે 5 સુધી, ચાર્જિંગ સપ્લાય બંધ રહેશે. રેલવેએ આ નિર્ણય ટ્રેનમાં લાગેલી આગની ઘટનાઓને ધ્યાનમાં રાખીને લીધો છે જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ટાળી શકાય.

દિલ્હી-દેહરાદૂન શતાબ્દી ટ્રેનમાં લાગી હતી આગ

મહત્વનું છે કે થોડા દિવસો પહેલા દિલ્હી-દહેરાદૂન શતાબ્દી એક્સપ્રેસમાં આગ લાગી હતી. જોકે તેનાથી કોઈ પણ મુસાફરોને નુકસાન થયું ન હતું, પરંતુ તેના કારણે ભારતીય રેલવે અલર્ટ બની રહી છે જેના પછી સતત કડક નિયમો બનાવવામાં આવી રહ્યા છે.  હવે રેલવેએ ચાર્જિંગ પોઇન્ટ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

ભૂતકાળમાં, ચાર્જિંગ દરમિયાન લાંબા અંતરની ટ્રેનોમાં લેપટોપ અને મોબાઈલ ફોન વધુ પડતા ગરમ થવાને કારણે આગની ઘટના પ્રકાશમાં આવી છે, તેથી રેલવેએ આ નિર્ણય લીધો છે. રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે, એસી મિકેનિક સહિતના તમામ કર્મચારીઓને રાત્રે ચાર્જિંગ પોઇન્ટ બંધ થવાની જાણકારી આપવામાં આવી છે. આ સાથે અધિકારીઓએ પણ સુપરવિઝન કરવાનો નિર્ણય લીધો છે અને જો તેમાં કશું પણ ખામીયુક્ત હોવાનું જણાશે તો કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.