Not Set/ પટના AIIMS માં ત્રણ બાળકોને આપવામાં આવી કોરોના વેક્સિન

કોરોનાની ત્રીજી લહેરને બાળકો માટે જોખમ ગણાવવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં કોરોના મહામારી સામે લડવાની સરકાર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. બિહારમાં બાળકો માટે વેક્સિનેશન ટ્રાયલ બુધવારથી શરૂ થઈ ગયુ છે.

Top Stories India
1 87 પટના AIIMS માં ત્રણ બાળકોને આપવામાં આવી કોરોના વેક્સિન

કોરોનાની ત્રીજી લહેરને બાળકો માટે જોખમ ગણાવવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં કોરોના મહામારી સામે લડવાની સરકાર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. બિહારમાં બાળકો માટે વેક્સિનેશન ટ્રાયલ બુધવારથી શરૂ થઈ ગયુ છે. જણાવી દઈએ કે, બુધવારે પટના એઇમ્સમાં ત્રણ બાળકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે. ગઈકાલે અહીં કોરોના સામે 2 થી 18 વર્ષનાં ત્રણ બાળકોને વેક્સિન આપવામાં આવી હતી. આ બાળકોને ભારત બાયોટેક દ્વારા રસી આપવામાં આવી છે.

1 88 પટના AIIMS માં ત્રણ બાળકોને આપવામાં આવી કોરોના વેક્સિન

અપીલ / CBSE ની જેમ રાજ્યોના બોર્ડ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરે, મુખ્યમંત્રીઓને પ્રિયંકા ગાંધીએ કરી અપીલ

ભારત બાયોટેકની એન્ટી કોવિડ-19 રસી કોવેક્સિનનું ક્લિનિકલ ટ્રાયલ એઈમ્સ, પટના ખાતે બાળકો પર શરૂ થયું છે અને અત્યાર સુધીમાં ત્રણ બાળકો પર તેનું ટ્રાયલ કરવામાં આવ્યું છે. પટના-એઈમ્સ કોવિડ-19 નાં પ્રભારી ડો.સંજીવ કુમારે બુધવારે જણાવ્યું હતું કે, 12 થી 17 વર્ષની વયનાં બાળકો પર આ ટ્રાયલ મંગળવારથી શરૂ કરવામાં આવ્યુ હતુ અને ગઈકાલે ત્રણ બાળકોને તેનું ઇન્જેક્શન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, ઈન્જેક્શન બાદ આ ત્રણેય બાળકો સ્વસ્થ છે. સંજીવે જણાવ્યું હતું કે, આગામી એક મહિનામાં 525 બાળકો પર આવા ટ્રાયલ કરવામાં આવશે. જેમાંથી 100 જેટલા બાળકો (સ્વયંસેવકો) એ અત્યાર સુધી નોંધણી કરાવી છે.

1 89 પટના AIIMS માં ત્રણ બાળકોને આપવામાં આવી કોરોના વેક્સિન

મહિલા સશક્તિકરણ / સાઉદી અરેબિયામાં મોટું પરિવર્તન: ધંધામાં વધી મહિલાઓની ભાગીદારી

તેમની સ્ક્રિનિંગ પછી, પસંદ કરેલા ત્રણ બાળકો પર ગઈકાલે ટ્રાયલ કરવામાં આવ્યું હતું. સંજીવ કુમારે જણાવ્યું હતું કે બીજા તબક્કામાં જો બાળકો પર વેક્સિનની કોઈ નકારાત્મક અસર નહીં થાય તો ત્રીજા તબક્કા હેઠળ વેક્સિન ડોઝ આપવામાં આવશે અને જો અસરકારક જણાશે તો વેક્સિન મંજૂરી માટે મોકલાશે.

kalmukho str 1 પટના AIIMS માં ત્રણ બાળકોને આપવામાં આવી કોરોના વેક્સિન