Not Set/ મહેમદાવાદમાં કાશ્મીરમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્વાંજલિ આપવામાં આવી,કેન્ડલ માર્ચનું આયોજન

આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્વાંજલિ આપવા માટે મહેમદાવાદ શહેરના ખાત્રેજ દરવાજા બહાર એક કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

Gujarat
mahemdabad 1 મહેમદાવાદમાં કાશ્મીરમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્વાંજલિ આપવામાં આવી,કેન્ડલ માર્ચનું આયોજન

કાશ્મીરમાં આતંકવાદને નાબૂદ કરવા માટે સેનાએ ઓપરેશન સર્ચ હાથ ધર્યું છે ,દોશની મોદી સરકારનો સ્પષ્ટ એજન્ડા છે કે જમ્મુ કાશ્મીરમાંથી આતંકવાદનો સફાયો કરવો તેના માટે હાલ સરકાર એકશન મોડમાં છે.સુરક્ષા દળો અને આતંકવાદ વચ્ચે અથડામણ થતી હોય છે તેમાં સેનાએ અનેક આતંકવાદીઓનો ઠાર માર્યા છે અને હજીપણ સર્ચ ઓપરેશન દ્વારા આતંકવાદીઓને ખાત્મો કરવા સેના તૈયાર છે. આતંકવાદીઓ સાથે અથડામણમાં આપણા દેશનાં જવાનો પણ શહીદ થાય છે,આ શહીદોને શ્રદ્વાંજલિ આપવા કેન્ડલ માર્ચનું આયોજન મહેમદાવાદ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવ્યુ હતું.

mahemdabad12 મહેમદાવાદમાં કાશ્મીરમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્વાંજલિ આપવામાં આવી,કેન્ડલ માર્ચનું આયોજન

આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્વાંજલિ આપવા માટે મહેમદાવાદ શહેરના ખાત્રેજ દરવાજા બહાર એક કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહેમદાવાદના હિન્દુ-મુસ્લિમ લોકો ભેગા થઇને દેશના શહીદ થયેલા જવાનેને શ્રદ્વાંજલિ આપી હતી ,આ કાર્યક્રમમાં હિન્દુ-મુસ્લિમ આગેવાનોએ હાજરી આપી હતી

શહીદ થયેલા જવાનાેના શ્રદ્વાંજલિ કાર્યક્રમમાં મહેમદાવાદ નગરપાલિકા પ્રમુખ શીલાબેન વ્યાસ,ડો નૈષધ ભાઈ ભટ્ટ,મુસ્લિમ સેવા સમાજના અગ્રણી કરીમભાઇ મલેક ,માર્શલ ભાઈ, મહંમદ અલી સૈયદ,નિલેશ ભાઈ શાહ,દીપક ભાઈ કોઠારી, હરેશભાઈ કોઠારી, વિજય મહેતા, ગૌતમભાઈ ચૌહાણ, જવાનસિહ ચૌહાણ માંકવા, રસીકભાઈ ચાવડા, સુધાબેન ચૌહાણ, ટીનાબેન, અર્બન બેન્ક ના ડીરેક્ટર પરગનેશ જોષી, મયંકભાઈ,દીપલભાઈ શેઠ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

આ કાર્યક્રમ નુ આયોજન રઝાકભાઈ જીરાવાલા, શહીદભાઈ સૈયદ, મનસુરી સાહેબ, ઈસ્માઈલ ભાઈ હાજી,કરીમભાઈ મલેક નજીરભાઈ વહોરા વિગેરે એ કર્યુ હતુ