Not Set/ મુંડન કરાવ્યા બાદ ત્રિપુરાના ધારાસભ્યએ ભાજપ છોડવાની કરી જાહેરાત, TMCમાં જોડાશે

આશિષ દાસે મંગળવારે મમતા બેનર્જીને બંગાળની ‘માતા, માટી, માનુષની વાસ્તવિક નેતા’ ગણાવી અને કહ્યું કે જો તે ભવિષ્યમાં વડાપ્રધાન બને તો દરેક બંગાળી માટે ગૌરવની વાત હશે.

Top Stories India
મોહન લાલ 14 મુંડન કરાવ્યા બાદ ત્રિપુરાના ધારાસભ્યએ ભાજપ છોડવાની કરી જાહેરાત, TMCમાં જોડાશે

ત્રિપુરાના ભાજપના ધારાસભ્ય આશિષ દાસે મંગળવારે કોલકાતાના પ્રખ્યાત કાલીઘાટ મંદિરમાં માથે મુંડન કરાવ્યું હતું. આશિષ દાસ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાવા માટે તૈયાર છે. માથું મુંડાવ્યા બાદ તેમણે કહ્યું કે હું ભાજપ છોડી રહ્યો છું. મેં TMC સાથે વાત કરી છે. તેમણે એમ પણ કહ્યું કે આગામી દિવસોમાં ભાજપના ઘણા વધુ ધારાસભ્યો પાર્ટી છોડી શકે છે.

આશિષ દાસે કહ્યું કે “તે એક પવિત્ર સ્થળ છે જ્યાં લોકોની ઇચ્છાઓ પૂરી થાય છે, તેથી જ મેં અહીં મારા વાળ કપાવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનું પદ છોડી દીધું છે અને હવે હું આગળ  વધી રહ્યો છું. માત્ર સમય જ કહેશે. 2023માં જ્યાં સુધી હું ભાજપણે નહિ હટાવું ત્યાં સુધી માથા પર વાળ નહિ ઉગવા દઉં.

આશિષ દાસ TMC નેતૃત્વ સાથે વાતચીત કરી રહ્યા છે અને મહાલયના પ્રસંગે પાર્ટીમાં જોડાશે. આશિષ દાસ તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અભિષેક બેનર્જીને તેમની કોલકાતા ઓફિસમાં મળ્યા હતા. ખેડૂતથી ધારાસભ્ય બનેલા આશિષે કહ્યું કે ત્રિપુરાના લોકોએ પરિવર્તનની માંગ કરીને 2018 માં ભાજપને સત્તા પર લાવ્યો હતો. તેમણે કહ્યું કે લોકોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગેરસમજ કરી અને તેમની આશાઓ અને આકાંક્ષાઓ પૂરી કરવામાં નિષ્ફળ હોવાનો આરોપ લગાવ્યો.

આશિષ દાસે મંગળવારે મમતા બેનર્જીને બંગાળની “માતા, માટી, માનુષ” ની વાસ્તવિક નેતા ગણાવી અને કહ્યું કે જો તે ભવિષ્યમાં વડાપ્રધાન બને તો દરેક બંગાળી માટે ગૌરવની વાત હશે. દાસે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014ની લોકસભાની ચૂંટણીમાં સમાવિષ્ટ વૃદ્ધિના મોડેલ સાથે ભારતીયોનું દિલ જીતી લીધું હતું, પરંતુ તેઓ તેમના વચનોથી ભટક્યા હતા, જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં સરકારી હિસ્સો વેચ્યો હતો અને બળતણના વધતા ભાવો માટે તેમણે મોદીની ટીકા પણ કરી હતી.

દાસે શનિવારે કોલકાતામાં ટીએમસી કાર્યાલયની મુલાકાત લીધી હતી, જેના કારણે તે ભાજપ છોડશે તેવી અટકળો શરૂ થઈ હતી. બંગાળના મુખ્યમંત્રીની પ્રશંસા કરતા, તેમણે તેમની પાર્ટીના નેતાઓ પર આકરા પ્રહારો પણ કર્યા, આરોપ લગાવ્યો કે ત્રિપુરા, ગુજરાત, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ જેવા ભાજપ શાસિત રાજ્યોમાં સરમુખત્યારશાહીની જેમ શાસન કરવામાં આવી રહ્યું છે.

GCRIની સોનેરી સિદ્ધિ / દસ સે.મીના બ્રાઉન ટ્યુમરની સફળ સર્જરી, ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટી સર્જરી

લખીમપુર ખેરી હિંસા / નવજોત સિંહ સિદ્ધુની યોગી સરકારને ચેતવણી, કહ્યું- જો કાલ સુધી …

પાલિકાનું પરિણામ  / ભાજપે ફરી એકવાર સાબિત કરી દીધુ છે કે તેને હરાવું કે હફાવું ખુબજ મુશ્કેલ છે

T 20 વર્લ્ડકપ / ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ચાહકોના ધબકારા સાથે, પ્રસારણ કંપનીઓના ખિસ્સાનું વજન પણ વધારશે

આર્યન ખાન ડ્રગ્સ કેસ / ધરપકડ કરાયેલા અરબાઝ મર્ચન્ટના પિતાએ તોડ્યું મૌન, કહ્યું – બંને નિર્દોષ છે…