Tech News/ YouTube પર વારંવાર આવતી જાહેરાતોથી પરેશાન છો? તો અપનાવો આ ટ્રિક

એવી કેટલીક ટિપ્સ છે જેની મદદથી તમે જાહેરાતો વગર યુટ્યુબ પર વીડિયો જોઈ શકો છો. તમને 3 રીતો જણાવીશું જેના દ્વારા તમને YouTube વીડિયોમાં જાહેરાતો જોવા નહીં મળે…

Trending Tech & Auto
YouTube without Ads

YouTube without Ads: YouTube એ આજે ​​સૌથી વધુ લોકપ્રિય વીડિયો પ્લેટફોર્મ પૈકીનું એક છે અને તે શિક્ષણથી લઈને રેસીપીથી લઈને મૂવીઝ અને સમાચાર વગેરે સુધીના વીડિયો ઑફર કરે છે. એકંદરે, YouTube પર તમામ પ્રકારના વીડિયો ઉપલબ્ધ છે જે લાખો લોકો દ્વારા જોવામાં આવે છે. જો કે યુઝર્સને વારંવાર જાહેરાતોથી ઘણી મુશ્કેલી થાય છે, પરંતુ જે લોકો આ જાહેરાતોથી વીડિયો બનાવે છે તેમને પૈસા મળે છે. જો કે, એવી કેટલીક ટિપ્સ છે જેની મદદથી તમે જાહેરાતો વગર યુટ્યુબ પર વીડિયો જોઈ શકો છો. તમને 3 રીતો જણાવીશું જેના દ્વારા તમને YouTube વીડિયોમાં જાહેરાતો જોવા નહીં મળે.

YouTube પ્રીમિયમને સબ્સ્ક્રાઇબ કરો

જો તમે તમારા ફોનની યુટ્યુબ એપ પર જાહેરાતો વિના વીડિયો જોવા માંગો છો, તો તેના માટે યુટ્યુબ પ્રીમિયમ શ્રેષ્ઠ વિકલ્પ છે. જો કે, આ માટે તમારે દર મહિને કેટલાક પૈસા ખર્ચવા પડશે. YouTube Premium ને સબ્સ્ક્રાઇબ કરવા માટે તમારે દર મહિને 129 રૂપિયા ખર્ચવા પડશે. આ પછી તમે કોઈપણ એડ વિના વીડિયો જોઈ શકશો અને બેકગ્રાઉન્ડમાં પણ વીડિયોને ચાલું રાખી શકશો.

એડ બ્લોક એપ્લિકેશનનો ઉપયોગ કરો

ગૂગલ પ્લે સ્ટોર પર ઘણી ADS બ્લોકર એપ્સ છે જેને તમે ઇન્સ્ટોલ કરી શકો છો. આ પછી તમે કોઈપણ બ્રાઉઝરમાં Youtube.com પર જઈને કોઈપણ જાહેરાત વિના વિડિયોનો આનંદ લઈ શકો છો. આ માટે તમારે FAB Adblocker Browser: Adblock એપ ઇન્સ્ટોલ કરી શકો છો જે 10 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ દ્વારા ડાઉનલોડ કરવામાં આવી છે. આ સાથે વીડિયો સિવાય તમે કોઈપણ વેબસાઈટ પર એઈડ્સ વિનાનો લેખ વાંચી શકશો.

ત્રીજી રીત છે યુટ્યુબ વીડિયો ઓફલાઈન જોવાનો જેમાં તમારે તમારી યુટ્યુબ એપની અંદર વીડિયો ડાઉનલોડ કરીને પછીથી ઈન્ટરનેટ વગર અને જાહેરાતો વગર જોવાના હોય છે. આ પદ્ધતિ ઘણી અસરકારક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: ભાવ વધારો/ સોના-ચાંદીના ભાવમાં ફરીવાર વધારો, નિષ્ણાતોના મતે હજુ ભાવ વધવાની શક્યતા

આ પણ વાંચો: WhatsApp/ SBIએ લોન્ચ કર્યું WhatsApp Banking, ચેટિંગથી જાણો તમારા એકાઉન્ટની માહિતી