Not Set/ ટ્રમ્પ ઇફેક્ટ: H1B ફાઇલિંગમાં થઇ શકે છે 50 ટકા જેટલો ઘટાડો

  ઇમિગ્રેશન નિષ્ણાતોનું એવું માનવું છે કે આ વર્ષે H1B વિઝા માટે જે ભારતીય આઈટી સર્વિસની કંપનીઓ અરજી કરે છે તેમાં તીવ્ર ઘટાડો જોવા મળવાનો છે. આ વર્ષે US એડમિનિસ્ટ્રેશન અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સખ્ત અને કડક કાયદાકીય પ્રણાલીના કારણે H1B વિઝા અરજીમાં ઘટાડો થશે તેવું જણાય છે. અમેરિકાની વિઝા માટેના નિયમોમાં વધારે સખ્તીના કારણે […]

Top Stories
download 1 ટ્રમ્પ ઇફેક્ટ: H1B ફાઇલિંગમાં થઇ શકે છે 50 ટકા જેટલો ઘટાડો

 

ઇમિગ્રેશન નિષ્ણાતોનું એવું માનવું છે કે આ વર્ષે H1B વિઝા માટે જે ભારતીય આઈટી સર્વિસની કંપનીઓ અરજી કરે છે તેમાં તીવ્ર ઘટાડો જોવા મળવાનો છે. આ વર્ષે US એડમિનિસ્ટ્રેશન અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સખ્ત અને કડક કાયદાકીય પ્રણાલીના કારણે H1B વિઝા અરજીમાં ઘટાડો થશે તેવું જણાય છે.

અમેરિકાની વિઝા માટેના નિયમોમાં વધારે સખ્તીના કારણે હવે ભારતીય IT સર્વિસ કંપનીઓ H1B વિઝા અરજી માટે રસ દાખવતા નથી.

આપને જણાવી દઈએ કે આ વર્ષે H1B વિઝા માટે 2 અપ્રીલથી અરજીઓ દાખલ કરવાની શરુઆત થઈ છે. ભારતમાં H1B નું પરિણામ ઓકટોબર સુધીમાં મળી જાય છે. US સિટિઝનશિપ અને ઈમિગ્રેશન સર્વિસ(USCIS) એ નક્કી કર્યું છે કે આ વર્ષે 65,000 H1B વિઝાને જ મંજુરી મળશે જે વર્ષ 2018 માટે પર્યાપ્ત છે.

ટ્રમ્પનાં વહીવટી વિભાગમાં નિરંતર વિઝા માટે આવી રહેલી એપ્લીકેશનમાં ખુબ તીક્ષ્ણ સ્તર પર ચકાસણીઓ કરી રહ્યા છે. સ્કોટ ફિટઝેરાલ્ડે ( યુ.એસ. ઇમિગ્રેશન પેઢી ફ્રેગમેનોમ વર્લ્ડવાઇડના પાર્ટનર) જણાવ્યું હતું કે “આ તમામ એચ -1 બી ફાઈલિંગ માટે ચેકલિસ્ટની ઑડિટ કરવા માટે આઇટી કંપનીઓ અને વકીલો માટે વહીવટી કાર્યમાં વધારો કર્યો છે.”

જો વિઝા એપ્લીકેશનમાં ગુમ થયેલ સહી, ખૂટલી અથવા ખોટી ફાઇલિંગ ફી ચેક, ખૂટેલી અથવા ખોટી રીતે ચકાસાયેલ બૉક્સ જેવી વિગતો જણાય તો તે વિઝાને તે જ સમયે અસ્વીકાર કરી દેવામાં આવે છે.

વિઝાની અરજીમાં પુરાવાઓ માટેની વિનંતીઓમાં વધારો થયો છે જેના કારણે કાનૂની ફીમાં વધારો થયો છે,  જેણે ઘણી ભારતીય કંપનીઓને અરજીઓ ફાઇલ કરવાથી નિરાશ કરી છે.