Washington/ ટ્રમ્પે બિડેન માટે લખ્યો પત્ર, સંબોધનમાં કહ્યુ- અમે કોઇને કોઇ રૂપમાં પાછા આવીશું

ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસને અંતિમ વિદાય આપી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે વિદાય લેતા પહેલા જો બિડેન માટે એક નોટ છોડી છે. વળી પૂર્વ ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે પણ જિલ બિડેન માટે એક નોટ છોડી છે

World
sssss 133 ટ્રમ્પે બિડેન માટે લખ્યો પત્ર, સંબોધનમાં કહ્યુ- અમે કોઇને કોઇ રૂપમાં પાછા આવીશું

ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસને અંતિમ વિદાય આપી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે વિદાય લેતા પહેલા જો બિડેન માટે એક નોટ છોડી છે. વળી પૂર્વ ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે પણ જિલ બિડેન માટે એક નોટ છોડી છે. પરંપરા અનુસાર, જૂના રાષ્ટ્રપતિ અને તેની પત્ની નવા રાષ્ટ્રપતિ અને તેની પત્નીનાં નામે એક નોટ છોડીને જાય છે.

એક અહેવાલ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેન માટે એક નોટ છોડી છે, જેમાં શું લખ્યુ છે તે કોઈને ખબર નથી. જોકે તે એક પરંપરાનો ભાગ છે. આ પહેલા, દરેક રાષ્ટ્રપતિ તેમના બાદ રાષ્ટ્રપતિનું પદ સંભાળનાર માટે એક નોટ છોડે છે, તેમને આગળની યાત્રા માટે શુભકામનાઓ પાઠવે છે. પૂર્વ રાષ્ટ્રપતિ ઓવલ ઓફિસનાં રિઝોલ્યુશન ડેસ્ક પર આ નોટ છોડે છે. જેમાં તેમને શુભેચ્છાઓ અને સલાહ આપવામાં આવે છે. વળી પૂર્વ ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે પણ નવી પ્રથમ મહિલા જિલ બિડેન માટે એક નાનકડી સ્વાગત નોટ છોડી છે. જોકે, તેણે નોટમાં શું લખ્યું છે તે હજી જાણી શકાયું નથી. એટલું જ નહીં, તેમણે પોતાના ભાષણનાં અંતે પોતાના સમર્થકોને પણ કહ્યું – અમે કોઈક રૂપમાં પાછા આવીશું. આપને જણાવી દઇએ કે, હવેથી થોડા કલાકો બાદ અમેરિકામાં ટ્રમ્પનો સમયગાળો પૂરો અને બિડેનની સફર શરૂ થવા જઈ રહી છે. બિડેન અમેરિકાનાં 46 માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.

પોતાના અંતિમ સંબોધનમાં ટ્રમ્પે આવનાર જો બિડેન વહીવટને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું- ‘તેઓ પાસે કંઈક સારું કરવા માટેનો મજબૂત પાયો છે.’ જોકે, ટ્રમ્પે જો બિડેનનું નામ લીધું નથી. વળી, અહેવાલોનો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમણે પોતાના સ્ટાફ દ્વારા લખેલા ભાષણનો ઉપયોગ કર્યો નથી. તેમણે ન તો ટેલીપ્રોમ્પ્ટર કે ન તો લેખિત ભાષણનો ઉપયોગ કર્યો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો