Earth Quake/ ભારતમાં પણ તુર્કી જેવા ભૂકંપનો ખતરો? આ રાજ્ય માટે એક્સપર્ટની ચેતવણી

તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે જબરદસ્ત તબાહી સર્જાઈ છે. હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે અને આંચકા હજુ અટક્યા નથી. આ દરમિયાન ભારતમાં પણ એટલા જ ખતરનાક ભૂકંપની ચેતવણી જારી…

Top Stories India
Earthquake in India

Earthquake in India: તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે જબરદસ્ત તબાહી સર્જાઈ છે. હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે અને આંચકા હજુ અટક્યા નથી. આ દરમિયાન ભારતમાં પણ એટલા જ ખતરનાક ભૂકંપની ચેતવણી જારી કરવામાં આવી છે. નેશનલ જિયોગ્રાફિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NGRI), હૈદરાબાદના મુખ્ય સિસ્મોલોજી સાયન્ટિસ્ટ ડૉ. એન પૂર્ણચંદ્ર રાવ દ્વારા આ ચેતવણી જારી કરવામાં આવી છે. ડૉ.રાવના જણાવ્યા અનુસાર આ ભૂકંપથી ઉત્તરાખંડ સૌથી વધુ પ્રભાવિત થશે.

ડૉ. રાવે જણાવ્યું કે ઉત્તરાખંડ ક્ષેત્રમાં નીચલી સપાટી પર ઘણો તણાવ સર્જાઈ રહ્યો છે. આ આવનારા સમયમાં કોઈ મોટા ભૂકંપનું કારણ બની શકે છે. જો કે તેણે એમ પણ કહ્યું કે આ ભૂકંપની તારીખ અને સમયનું અનુમાન લગાવી શકાય તેમ નથી, પરંતુ તે અત્યંત ઘાતક હશે. ડૉ.રાવે કહ્યું કે ઉત્તરાખંડ પર ધ્યાન કેન્દ્રિત કરીને અમે હિમાલયના ક્ષેત્રમાં 80 સિસ્મિક સ્ટેશન બનાવ્યા છે. અમે વાસ્તવિક સમયમાં અહીંની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. ડો. રાવના જણાવ્યા અનુસાર અમે આ વિસ્તારમાં જીપીએસ નેટવર્કની સ્થાપના કરી છે. તેમાં જે હિલચાલ થઈ રહી છે તે દર્શાવે છે કે સપાટીની નીચે કંઈક હલચલ થઈ રહી છે.

રાવે કહ્યું કે આ હરકતોના આધારે એવો દાવો કરી શકાય છે કે વહેલા કે મોડા ઉત્તરાખંડ ખતરનાક ભૂકંપનો સામનો કરવા જઈ રહ્યું છે. જણાવી દઈએ કે ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધસી જવાની ઘટનાઓ પહેલાથી જ બની રહી છે. તો 22 એપ્રિલથી ચારધામ યાત્રા પણ શરૂ થવા જઈ રહી છે, જેમાં દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડ પહોંચે છે. માહિતી અનુસાર 8 કે તેથી વધુ તીવ્રતાના ભૂકંપ ખતરનાક ભૂકંપની શ્રેણીમાં આવે છે. તુર્કીમાં આવેલો ભૂકંપ 7.8ની તીવ્રતાનો હતો. રાવે કહ્યું કે તીવ્રતાના ધોરણે તુર્કીનો ભૂકંપ બહુ ઘાતક શ્રેણીનો નહોતો. પરંતુ તુર્કીમાં અન્ય ઘણા પરિબળોએ વિનાશમાં ભૂમિકા ભજવી હતી. તેમાંથી એક અહીં નબળી ગુણવત્તાવાળું બાંધકામ સામેલ છે.

આ પણ વાંચો: Border Gavaskar Trophy 2023/બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ અમદાવાદમાં યોજાશે, PM મોદી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન