આદેશ/ તુર્કીના રાષ્ટ્રપતિએ અમેરિકા,જર્મન સહિત 10 દેશના રાજદૂતોને દેશ છોડવાનો આપ્યો આદેશ

તુર્કીના રાષ્ટ્રપતિ  તૈયપ એર્દોગને અમેરિકા, જર્મની સહિત 10 દેશોના રાજદૂતોને દેશ છોડવાનો આદેશ આપ્યો છે. તેનાથી ઇસ્લામિક દેશો અને પશ્ચિમી દેશો વચ્ચે તણાવ વધી શકે છે.

Top Stories World
urki તુર્કીના રાષ્ટ્રપતિએ અમેરિકા,જર્મન સહિત 10 દેશના રાજદૂતોને દેશ છોડવાનો આપ્યો આદેશ

તુર્કીના રાષ્ટ્રપતિ  તૈયપ એર્દોગને અમેરિકા, જર્મની સહિત 10 દેશોના રાજદૂતોને દેશ છોડવાનો આદેશ આપ્યો છે. તેનાથી ઇસ્લામિક દેશો અને પશ્ચિમી દેશો વચ્ચે તણાવ વધી શકે છે. શનિવારે રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને તેમના વિદેશ મંત્રીને આ લોકોને બહાર કાઢવા માટે આદેશ જારી કરવાનો આદેશ આપ્યો હતો. આ રાજદૂતોને ‘પર્સના નોન ગ્રેટા’ એટલે કે દેશમાં અનિચ્છનીય વ્યક્તિ જાહેર કરવામાં આવ્યા છે.  આ દેશોએ જેલમાં બંધ નાગરિક સમાજના નેતા ઉસ્માન કવાલાને મુક્ત કરવાની માંગ કરી હતી. જેના જવાબમાં તુર્કીએ આ પગલું ભર્યું છે. આના કારણે અમેરિકા, જર્મની સહિત અનેક દેશો સાથે તુર્કીના સંબંધો બગડી શકે છે.

સામાન્ય રીતે કોઈ પણ દેશ આ રીતે રાજદૂતોને નિકાળી શકતા નથી, પરંતુ એર્દોગનનો નિર્ણય દર્શાવે છે કે આ મામલો કેટલી હદે ટકી શકે છે. ઉસ્માન કાવલા છેલ્લા ચાર વર્ષથી તુર્કીમાં કેદ છે. ઉસ્માન પર સરકાર વિરોધી પ્રદર્શનને ફંડિંગ કરવાનો આરોપ છે. આ સપ્તાહ તુર્કી માટે ખરાબ જતું હોય તેવું લાગે છે. તાજેતરમાં તેને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવ્યું છે. હવે તુર્કી એક સાથે 10 દેશો સાથે સ્પર્ધા કરીને નવા વિવાદમાં ફસાઈ શકે છે.

અમેરિકા, નોર્વે, જર્મની જેવા 10 દેશો વતી કહેવામાં આવ્યું હતું કે 2017થી જેલમાં રહેલા ઓસ્માન કાવાલાના કેસમાં ઝડપી કાર્યવાહી થવી જોઈએ અને ઉકેલ લાવવાો જોઈએ. 2013 માં સરકાર વિરોધી વિરોધ પ્રદર્શન અને 2016 માં બળવાના નિષ્ફળ પ્રયાસ બદલ તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.