ધરપકડ/ ગોધરામાં પોલીસે ચાઇનીઝ દોરી વેચતા બે આરોપીની કરી ધરપકડ,એક ફરાર

 ગુજરાતમાં ઉત્તરાયણ સમયમાં ચાઇનીઝ દોરીને લઇને અનેક લોકોના મોત નિપજતા હોય છે, જે અતંગર્ત રાજ્ય સરકારે ચાઇનીઝ દોરી વેચતા હોય તેવા શખ્સો સામે લાલ આંખ કરી છે

Top Stories Gujarat
selling Chinese lace in Godhra

selling Chinese lace in Godhra;   ગુજરાતમાં ઉત્તરાયણ સમયમાં ચાઇનીઝ દોરીને લઇને અનેક લોકોના મોત નિપજતા હોય છે, જે અતંગર્ત રાજ્ય સરકારે ચાઇનીઝ દોરી વેચતા હોય તેવા શખ્સો સામે લાલ આંખ કરી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને ચાઇનીઝ દોરી વેચતા શખ્સો પર કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે,આ નિદેશ બાદ પોલીસ સક્રીય ભૂમિકામાં જોવા મળી રહી છે. ગોધરામાંથી પોલીસે બે આરોપીઓની ચાઇનીઝ મુ્દામાલ સાથે પકડી પાડયા છે ,જ્યારે એક આરોપી ફરાર થઇ ગયો છે.

ગોધરા શહેરના (godhra city) મોદીની વાડી નંબર-૨ વિસ્તારમાંથી એલસીબી પોલીસે ૨૪૭ ચાઈનીઝ દોરાનો ₹ ૪૭૦૦૦/- ની કિંમતનો જથ્થો ઝડપી પાડ્યો છે. રહેણાંક મકાનમાં દોરાનો જથ્થો રાખી વેચાણ કરવામાં આવતો હોવાની બાતમીના આધારે પોલીસે છાપો મારી હાલ બે આરોપીની ધરપકડ કરી છે. આ સાથે જ અન્ય વધુ એક આરોપીની ધરપકડ કરવાની કવાયત હાથ ધરી છે.ઉતરાયણ પર્વ પૂર્વે પંતગ રસિયાઓ દ્વારા ચાઈનીઝ દોરાનો ઉપયોગ કરવાથી કેટલાય નિર્દોષ વ્યક્તિઓ અને નિર્દોષ પંખીઓના ભોગ લેવાય રહ્યા છે. ત્યારે રાજ્યભરમાં આવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે.અને આ ચાઈનીઝ દોરાના વેચાણ સામે પોલીસ તંત્રએ પણ લાલ આંખ કરીને ચાઇનીઝ દોરાનું વેચાણ કરનાર વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસ તંત્રની બાજ નજર હોવા છતાં પણ કેટલાક વ્યાપારીઓ આ ચાઈનીઝ દોરાના જથ્થો યેનકેન પ્રકારે વેચવા માટે સક્રિય હોવાનું જે રીતે ચાઈનીઝ દોરાનો જથ્થો મળી આવે છે તે દેખાઈ આવે છે. જિલ્લા અને ગોધરા શહેરમાં પોલીસ તંત્ર દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ચાઈનીઝ દોરાને વેચાણ અંગેની ડ્રાઇવ હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ વેપારીઓ દ્વારા ચાઈનીઝ દોરાનું વેચાણ ખૂબ જ સાવચેતીપૂર્વક ખાનગી જગ્યાઓ પર તેમજ માત્રને માત્ર બાળકો દ્વારા જ વેચાણ કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે.

આ દરમિયાન ગત મોડી રાત્રે ગોધરા એલસીબી પીઆઇને બાતમી મળી હતી કે, ગોધરા શહેરના મોદીની વાડી નંબર-૨ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં મોટા પ્રમાણમાં ચાઈનીઝ દોરીનો જથ્થો રાખી ખાનગીમાં વિતરણ કરવામાં આવી રહ્યો છે. બાતમી આધારે એલસીબી ટીમે છાપો માર્યો હતો અને તપાસ દરમિયાન રહેણાંક મકાનમાંથી ૨૪૭ ફિરકા ચાઈનીઝ દોરાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે બે આરોપીઓ માધવ પટેલ અને હર્ષિલ પટેલ ધરપકડ કરી ચાઈનીઝ દોરાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
આ ચાઈનીઝ દોરાના વેપારમાં એક પતંગના દુકાનદાર રવિ મનસુખ રાણાની પણ સંડોવણી બહાર આવતા પોલીસે તેની સામે પણ જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરીને ધરપકડ કરવાની કવાયત હાથ ધરી છે. હાલ પણ પોલીસ દ્વારા અનેક વિસ્તારોમાં ચાઈનીઝ દોરાના વેચાણને અટકાવવા માટે ડ્રાઈવ યોજીને તપાસ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

CNG price hike/ગુજરાત ગેસ બાદ અદાણીએ પણ CNGના ભાવમાં કર્યો આટલો વધારો,જાણો