Not Set/ મ્યુકરમાઈકોસિસ રોગની સારવાર માટેનાં ઇન્જેક્શનની કાળા બજારી કરતા બે શખ્સો ઝડપાયા

સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસે મ્યુકરમાઈકોસિસ રોગની સારવાર માટેનાં ઇન્જેક્શનની કાળા બજાર કરતા બે શખ્સોને ઝડપી પાડ્યાં હતા.

Gujarat Others
1 309 મ્યુકરમાઈકોસિસ રોગની સારવાર માટેનાં ઇન્જેક્શનની કાળા બજારી કરતા બે શખ્સો ઝડપાયા

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસે મ્યુકરમાઈકોસિસ રોગની સારવાર માટેનાં ઇન્જેક્શનની કાળા બજાર કરતા બે શખ્સોને ઝડપી પાડ્યાં હતા. કોરોના મહામારી બાદ હાલ ફેલાયેલા મ્યુકરમાઈકોસિસ રોગનાં સારવાર માટેનાં અલગ અલગ 20 ઇન્જેક્શન સહીત કુલ રૂ.‌ 1.40 લાખનાં મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

YUVA / યુવાન લેખકો માટે કેન્દ્ર સરકારે શરૂ કરી આ યોજના, દર મહિને મળશે 50 હજાર રૂપિયા, જાણો વિગતવાર

કોરોનાની બીજી લહેરે શહેરી વિસ્તારોની સાથે સાથે ગ્રામ્ય પથંકમાં પણ પગપેસારો કરી લોકોને બાનમાં લીધા છે. કોરોનાની આ ઘાતક લહેરમાં અનેક લોકો અકાળે મોતના મુખમાં ધકેલાયાના બનાવો સામે આવ્યા છે. એમાય કોરોનાની આ લહેરમાં કોરોના પોઝીટીવ દર્દીઓમાં બ્લેક ફંગસ એટલે કે મ્યુકરમાઇકોસિસના રોગે દેખા દેતા દર્દીઓ અને એમના સગા વહાલાઓમાં રીતસરનો ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

સુખદ મિલન / મોરબી પોલીસે દિવ્યાંગ કિશોરનું આ રીતે પરિવાર સાથે કરાવ્યું સુખદ મિલન,રોમાંચક ઘટના

સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસે અગાઉથી મળેલી બાતમીના આધારે અચાનક દરોડો પાડી મ્યુકરમાઈકોસિસ રોગની સારવાર માટેના ઇન્જેક્શનની કાળા બજાર કરતા બે શખ્સોને ઝડપી પાડ્યાં હતા. કોરોના મહામારી બાદ હાલ ફેલાયેલા મ્યુકરમાઈકોસિસ રોગના સારવાર માટેના અલગ અલગ 20 ઇન્જેક્શન સહીત ફુલ રૂ.‌ 1.40 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બન્ને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ ચકચારીભર્યા કેસમાં હજી વધુ નામો ખુલવાની પણ પોલીસ દ્વારા શંકા સેવાઇ રહી છે.

kalmukho str 6 મ્યુકરમાઈકોસિસ રોગની સારવાર માટેનાં ઇન્જેક્શનની કાળા બજારી કરતા બે શખ્સો ઝડપાયા