Death/ ગોંડલમાં ઉલ્ટી થવાના કારણે 2 સગા ભાઈના મોત

પિતા શંકાના ઘેરામાં, રોજ બાળકોને દરગાહ જમવા લઈ જતો હતો

Rajkot Gujarat Trending
two brother death after vomited in gondal ગોંડલમાં ઉલ્ટી થવાના કારણે 2 સગા ભાઈના મોત

ગોંડલ શહેરમાં ઉલટી થવાના કારણે બે સગા ભાઈઓના મોત થયા હોવાની ચોકાવનારી ઘટના સામે આવી છે. બંનેને સારવાર માટે રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તો બંને ભાઇઓના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. ત્યાર બાદ જ બંનેના મોતનું સાચુ કારણ જાણવા મળશે.

ગોંડલનાં વોરાકોટડા રોડ ઉપર સરકારી આવાસમાં રોહિત રાજેશભાઈ મકવાણા (ઉં.વ. 3) અને હરેશ રાજેશભાઈ મકવાણા (ઉં.વ. 13)ને ગઇ કાલે ઉલ્ટી થયા બાદ સારવાર અર્થે રાજકોટની સિવિલમાં દાખલ કરવામાં આવ્યા બાદ મૃત્યુ નિપજ્યું છે. હાલ બંને ભાઇઓના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. ત્યાર બાદ જ બંનેના મોતનું સાચુ કારણ જાણવા મળશે.

આ કેસમાં પોલીસ પણ તપાસ કરી રહી છે. આ સમગ્ર ઘટનામાં બાળકોના પિતા શંકાના ઘેરામાં છે. મૃતક બાળકોના માતા-પિતા બંને પંદર દિવસ પહેલા જ છૂટાછેડા લીધા હતા. બાળકોનો પિતા રોજ બંને દીકરાઓને દરગાહના ન્યાજમાં જમાડવા લઈ જતો હતો.