સુરેન્દ્રનગર/ લીંબડીમાં બે ભાઈઓએ એક જ યુવક પર કર્યું ફાયરીંગ, દુષ્કર્મ સાથે જોડાયેલો છે મામલો

લીંબડી ફિદાઇબાગમાં રહેતા નરૂદ્દીનની પત્નિ પર બે વર્ષ અગાઉ પડોશમાં જ રહેતા નવરોઝ અમિનભાઇ બગસરીયા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ.

Gujarat Others
ફાયરીંગ

લીંબડી ફિદાઇબાગ વિસ્તારમાં બે અલગ-અલગ જગ્યાએ બે સગા ભાઇ પર એક શખ્સ દ્વારા ફાયરીંગ કરવામાં આવ્યું હતુ.જેમાં બન્ને ભાઇઓે ઇજાગ્રસ્ત થયા હતા.આ બનાવમાં ભોગ બનનારે અગાઉ આરોપીની પત્નિ પર દુષ્કર્મ કર્યું હતુ. જેની અદાવતમાં આરોપી નરૂદ્દીન કાનાણીએ બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હોવાની વિગતો બહાર આવી હતી.જ્યારે આ મામલે લીંબડી પોલીસે આરોપી નરૂદ્દીનને ઝડપી લઇ વધુ પુછપરછ હાથ ધરી છે.

લીંબડી ફિદાઇબાગમાં રહેતા નરૂદ્દીનની પત્નિ પર બે વર્ષ અગાઉ પડોશમાં જ રહેતા નવરોઝ અમિનભાઇ બગસરીયા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ. જે અંગેનો કેસ કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં નવરોઝ હાલ જામીન પર છુટ્યો હતો અને નરૂદ્દીનના ઘરની આસપાસ અવરજવર કરતો હતો જેને લઇને રોષે ભરાયેલા નરૂદ્દીને લીંબડી હાઇવે પર નવરોઝ પર એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હતુ જેમાં નવરોઝને હાથના ભાગે ગોળી વાગી હતી. ફાયરીંગનો અવાજ આવતા લોકોના ટોળાં એકઠા થઇ જતાં નરૂદ્દીન ત્યાંથી ભાગીને રહેમતભાગ સોસાયટી માં રહેતા નવરોઝના ભાઇ નૌશાદના ઘરે પહોંચી નૌશાદ પર પણ એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હતુ જેમાં નૌશાદને પણ હાથના ભાગે ગોળી વાગતા ઇજાગ્રસ્ત બન્ને ભાઇઓને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતાં.

લીંબડી શહેરમાં ફાયરીંગના બનાવને લઇને લોકોમાં ફફડાટ સાથે ભયની લાગણી ફેલાઇ હતી. લીંબડી પોલીસને ઘટના અંગે જાણ થતાં Dysp સહીતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો તેમજ મોડી રાત્રીના જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત તેમહ LCB, SOG સહીતની ટીમો પણ દોડી ગઇ હતી અને ગણતરીના કલાકોમાં ફાયરીંગ કરનાર આરોપી નરૂદ્દીનને ઝડપી લીધો હતો અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે ૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

આરોપી નરૂદ્દીન હથિયાર ક્યાંથી લાવ્યો તેમજ ફાયરીંગમાં અન્ય કોઇ વ્યક્તિ સામેલ છે કેમ તે સહીતની બાબતો અંગેની વધુ વિગતો રિમાન્ડ દરમિયાન પુછપરછમાં બહાર આવે તેવી શક્યતા છે. જો કે ઘરની મહિલા પર દુષ્કર્મ થવાની ઘટના બાદ નરૂદ્દીન તેમજ તેનો સમગ્ર પરિવાર વેરની આગમાં સળગતો હતો અને દુષ્કર્મની ઘટના સમયે ફરીયાદ નોંધવામાં પણ પોલીસ દ્વારા ઢીલી નિતી અપાવવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ વેરની વસુલાત આગામી સમયમાં વધુ લોહિયાળ બને તેવા એંધાણ ધાણ પણ વર્તાઇ રહ્યાં છે.

આ પણ વાંચો:વડોદરામાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, ચાર લોકોના કરુણ મોત

આ પણ વાંચો:અરુણાચલ પ્રદેશમાં તવાંગની ઘટના પછી ભારતની સરહદ પર મોટાપાયે લશ્કરી કવાયતની તૈયારી

આ પણ વાંચો:ભવિષ્યની આધ્યાત્મિક નગરીની ઝાંખી આપે છે પ્રમુખસ્વામી નગર