સુરત/ DPSમાં ધો.1ના બે બાળકો કોરોના સંક્રમિત, સ્કૂલ કરાઇ બંધ

ડુમસની DPS સ્કૂલમાં ધોરણ 1ના બે બાળકો કોરોના સંક્રમિત થયા છે.જેને લઈને DPS સ્કૂલ 7 દિવસ માટે બંધ કરાઇ છે.અને સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે.

Gujarat Surat
DPS
  • સુરતની સ્કુલમાં કોરોનાનો પગ પેસારો
  • ધો.1ના બે બાળકો કોરોના સંક્રમિત
  • ડુમસની DPS સ્કૂલમાં વિદ્યાર્થી કોરોના સંક્રમિત
  • DPS સ્કૂલ 7 દિવસ બંધ કરાઇ
  • વેસુમાં રહેતા એક જ પરિવારના બે બાળકોને કોરોના

ગુજરાતમાં એક પછી એક સ્કૂલના બાળકો કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. આજે અમદાવાદની એક સ્કૂલમાં 4 બાળકો પોઝિટિવ આવ્યા બાદ સુરતની સ્કુલમાં કોરોનાનો પગ પેસારો થયો છે ડુમસની DPS સ્કૂલમાં ધોરણ 1ના બે બાળકો કોરોના સંક્રમિત થયા છે.જેને લઈને DPS સ્કૂલ 7 દિવસ માટે બંધ કરાઇ છે.અને સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : વડોદરામાં ઓમિક્રોનની એન્ટ્રી, નોંધાયા બે પોઝીટીવ કેસ

અમદાવાદમાં 4 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત હોવાના સમાચાર સામે આવ્યા છે. જે બાદથી લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. આ 4 વિદ્યાર્થીઓમાં 3 નિરમા વિદ્યાવિહારનાં હોવાનુ સામે આવી રહ્યુ છે. વળી એક વિદ્યાર્થી ઉદગમ સ્કૂલનો હોવાનુ કહેવાઇ રહ્યુ છે. આ વિદ્યાર્થીઓમાં 3 વિદ્યાર્થીઓ ધોરણ 5,9 અને 11 નાં વર્ગમાં હોવાનુ કહેવાઇ રહ્યુ છે. કોરોનાનાં કેસ સામે આવ્યા બાદ આ બન્ને શાળાઓને એક અઠવાડિયા માટે બંધ રાખવાનાં આદેશ આપવામાં આવ્યા છે. સાવચેતીનાં ભાગરૂપે આ શાળાઓમાં ભણતા અન્ય વિદ્યાર્થીઓનાં કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

આ પણ વાંચો :સુરતમાં ગેસલાઈનમાં ભંગાણ થતા લાગી આગ, બે મહિલાઓ દાઝી

વડોદરાની નવરચના સ્કૂલનો વધુ એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો છે. નવરચનાની ભાયલી સ્કૂલનો વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે. ચાર દિવસ માટે ઓફલાઇન શિક્ષણ બંધ રાખવામાં આવ્યું. શાળાના ઓરડા સેનેટાઇઝ કરવામાં આવ્યા. અત્યાર સુધીમાં 2 વિદ્યાર્થીઓ અને એક શિક્ષક કોવિડ પોઝિટિવ નોંધાયા છે.

આ પણ વાંચો :રાજ્યનું આ શહેર બન્યુ સૌથી ઠંડુગાર, વહેલી સવારે ચા ની ચુસ્કી લેતા જોવા મળ્યા લોકો

આ પણ વાંચો :  વાવડી ગ્રામ પંચાયત ચૂંટણીનો જંગ વિધાનસભાનાં જંગમાં ફેરવાઈ ગયો હોવાનો રાજકીય માહૌલ..!!

આ પણ વાંચો :413 ગ્રામપંચાયતોમાં જોવા મળશે ખરાખરીનો જંગ, વહીવટી તંત્ર એલર્ટ