દુર્ઘટના/ વાડીએ કામ કરતા બે પિતરાઈ ભાઈનું કરંટ લાગતા મોત, પરિવાર ઘેરા આઘાતમાં

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગુંદાળા ગામે વીજ કરંટ લાગતા 17 વર્ષીય ચિરાગ હિમતભાઈ ઓળકિયા અને 6 વર્ષીય વિવાન વિપુલભાઈ ઓળકિયાના મોત નિપજ્યા છે.

Gujarat Others
કરંટ
  • બોટાદમાં કરંટ લાગતા 2 કિશોરના મોત
  • બોટાદના ગુદાળા ગામની ઘટના
  • ચિરાગ ઓળકિયા અને વિવાન ઓળકિયાનુ મોત
  • ખેતરમાં પાણી મોટર શરૂ કરવા જતા લાગ્યો કરંટ
  • પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી

રાજ્યમાં એક પછી એક દુર્ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે બોટાદમાં એક આવી જ દુર્ઘટના બની હતી. બોટાદના ગુંદાળા ગામે બે કિશોરોના કરંટ લાગવાને કારણે મોત નીપજ્યા છે. ઘટનાના પગલે સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ હતી. અને લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથધરી હતી.

આ પણ વાંચો :કોરોનાની ત્રીજી લહેરમાં મૃત્યુ આંક વધ્યો, છેલ્લા 24 કલાકમાં 6નાં મોત

આ મામલે મળતી માહિતી અનુસાર, બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગુંદાળા ગામે વીજ કરંટ લાગતા 17 વર્ષીય ચિરાગ હિમતભાઈ ઓળકિયા અને 6 વર્ષીય વિવાન વિપુલભાઈ ઓળકિયાના મોત નિપજ્યા છે. આ બંને કિશોરો કાકા – દાદાના ભાઈઓ થાય છે. આ બંને ભાઈઓ આજે 7 ફેબ્રુઆરી, સોમવારે વાડીએ હતા, એ દરમિયાન વાડીમાં ઉભા પાકને પાણી પાવા માટે વપરાતી ઈલેક્ટ્રીક મોટર શરૂ કરવા જતા તેમને વીજ કરંટ લાગ્યો હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે.

પોલીસે કંપનીમાં પહોંચી બનાવ અંગે કંપની સંચાલકો અને સાથી કામદારો ની પૂછપરછ કરી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.મહત્વપૂર્ણ છે કે આ અગાઉ પણ કંપનીઓમાં કામ કરતી વખતે કામદારોની સુરક્ષા પ્રત્યે દાખવવામાં આવતી બેદરકારીના લીધે અનેક વખત કામદારોના અકસ્માતે જીવ ગયા હોવાના અનેક વખત બનાવો બની ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, અકાળે બનેલી આ ઘટનાને કારણે ઓળકિયા પરિવાર પર જાને આભ તૂટી પડ્યું છે. પરિવારમાંથી બે – બે પુત્રની વિદાયને કારણે પરિવાર તેમજ સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

આ પણ વાંચો :નર્મદા જયંતિની ઠેરઠેર ઉજવણી, તમામ ઘાટો હર હર નર્મદેના નાદથી ગુંજી ઉઠ્યા

આ પણ વાંચો :  ગુજરાતના 33 જિલ્લામાં કોંગ્રેસની ન્યાય પદયાત્રા, કોરોના પીડિત પરિવારોને વળતરની માંગણી

આ પણ વાંચો :2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટનો ચુકાદો મંગળવારે આવી શકે છે

આ પણ વાંચો :વડોદરા શહેરના તમામ પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફનુ વિસર્જન, જાણો કેમ ?