Farmer-Heartattack/ કાલાવડ તાલુકાના નિકાવા ગામ તેમજ હરીપર ગામમાં બે ખેડૂતના હાર્ટ અટેકથી મોત

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામના એક ખેડૂતનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ થયું છે. જ્યારે હરિપર ગામના પણ એક ખેડૂતને હાર્ટ એટેક આવી જતાં મૃત્યુ થયું છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 43 કાલાવડ તાલુકાના નિકાવા ગામ તેમજ હરીપર ગામમાં બે ખેડૂતના હાર્ટ અટેકથી મોત

@સાગર સંઘાણી

જામનગરઃ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામના એક ખેડૂતનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ થયું છે. જ્યારે હરિપર ગામના પણ એક ખેડૂતને હાર્ટ એટેક આવી જતાં મૃત્યુ થયું છે. જામનગર શહેર અને જિલ્લામાં હાર્ટ એટેકના હુમલાના કારણે મૃત્યુના બનાવો વધી જવા પામ્યા છે, અને ખાસ કરીને યુવા વર્ગમાં મૃત્યુનો દર વધી ગયો છે. દરમિયાન ગઈકાલે કાલાવડ પંથકના બે ખેડૂતોના હૃદય બંધ પડી ગયા છે.

Farmer heartattack 1 કાલાવડ તાલુકાના નિકાવા ગામ તેમજ હરીપર ગામમાં બે ખેડૂતના હાર્ટ અટેકથી મોત

કાલાવડ તાલુકાના નીકાવા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા પંકજભાઈ રણછોડભાઈ નામના 50 વર્ષના ખેડૂતને ગઈકાલે બપોરે પોતાના ઘેર છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, અને તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેઓનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હોવાનું તબીબ દ્વારા જાહેર કરાયું હતું.

આ બનાવ અંગે કાંતિભાઈ ભીખાભાઈ પટેલે પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત કાલાવડ તાલુકાના હરીપર ગામમાં રહેતા અને ખેતીકામ કરતા વૃદ્ધ ખેડૂત દામજીભાઈ બેચરભાઈ વસોયા પોતાની વાડીએ રખોપુ કરવા ગયા હતા, જે દરમિયાન તેઓને એકાએક હાર્ટ એટેક આવી જતાં મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે સુભાષભાઈ અમૃતભાઈએ પોલીસને જાણ કરતાં કાલાવડ ટાઉન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતથી કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ