Gujarat Election/ તમારૂં મતદાન મથક ક્યાં છે આ રીતે જાણો, આ રીતે મેળવો મત સ્લીપ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આવતીકાલે યોજાવવાનું છે. જેને લઇને હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
vote slip

vote slip  ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આવતીકાલે યોજાવવાનું છે. જેને લઇને હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર યોજાનારા આ મતદાનમાં 833 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. સવારે 8 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી 26409 મતદાન મથકો પર મતદાન થવાનું છે.જ્યારે મતદારો પાસે મત સ્લીપ ન હોવાથી ઘણીવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.તેનાથી તમને મતદાન મથકની ખબર પડતી નથી.આ અંગે ચૂંટણી પંચે મહત્વની સેવા પુરી પાડિ છે.

નોંધનીય છે કે ગુજરાત ચૂંટણી પંચની વેબસાઇટ પર જઇને તમે તમારી વોટર આઇડી સ્લીપ  ડાઉનલોડ કરી શકો છો.સૌથી પહેલા https://electoralsearch.in/ વેબસાઈટની મુલાકાત લો ત્યાર બાદ તમે બે વિકલ્પથી તમે મતદાર સ્લીપ ડાઉનલોડ કરી શકે છો.પહેલા વિકલ્પમાં તમે તમારા નામ, ઉંમર, તથા મતવિસ્તાર સહિતની વિગતો ભરીને વોટર સ્લીપ મેળવી શકશો, બીજા વિકલ્પમાં તમારા વોટર આઈ-કાર્ડ પરનો એપિક નંબર દાખલ કરીને પણ સર્ચ કરી શકો છો.આ બંને રીત દ્વારા મતદાર તેમનો વિધાનસભા વિસ્તાર, તેમનો બુથ નંબર, ક્રમ, બુથનું સરનામું તથા તેમની વોટર સ્લીપને ઓનલાઈન જોઈ શકશો.

ઉલ્લેખનીય છે કે, આવતીકાલે 5લી ડિસેમ્બરે રાજ્યમાંથી 1.29 કરોડથી વધુ પુરુષ મતદારો અને 1.22 કરોડથી વધુ મહિલા મતદારો લોકશાહીના સૌથી મોટા પર્વમાં તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. 25 હજારથી વધુ મતદાન મથકો પર 2.51 કરોડ જેટલા મતદારો સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન કરી શકશે. જ્યારે 13,319 મતદાન મથકોનું વેબકાસ્ટિંગ થશે.બીજા તબક્કાની 93 બેઠકો પર આવતીકાલે મતદાન થવાનું છે. પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે.

Gujarat Election/બીજા તબક્કાની મધ્ય ગુજરાતની 61 બેઠકો પર થશે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસીનો

Delhi MCD Election/ દિલ્હીમાં આજે MCDના 250 વોર્ડમાં મતદાન, ભાજપ અને આપ વચ્ચે થશે ખરાખરીનો જંગ

OPINION POLL/ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપ આટલી બેઠકો જીતશે! ઓપિનિયન પોલમાં આગાહી

Digital Personal Data Protection Bill/ માહિતી લીક કરતી કંપનીઓ પર મોદી સરકારની લાલ આંખ, બજેટ સત્રમાં ડેટા

Delhi MCD Election/ દિલ્હીમાં આજે MCDના 250 વોર્ડમાં મતદાન, ભાજપ અને આપ વચ્ચે થશે ખરાખરીનો જંગ

OPINION POLL/ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપ આટલી બેઠકો જીતશે! ઓપિનિયન પોલમાં આગાહી