દુર્ઘટના/ બોરસદ ચોકડી બ્રિજ પર પતંગની ઘાતક દોરીથી યુવકનું ગળુ કપાયું

દોરીના કારણે યુવકનું ગળું કપાતા લોહીથી તરબતર થઇ ગયો હતો અને બાઇક પણ સ્લીપ થઇ ગઇ હતી. યુવકને ગંભીર ઇજા પહોંચી હતી.

Top Stories Gujarat Others
ગળુ કપાયું
  • આણંદઃ બોરસદ ચોકડી બ્રીજ પર યુવકનું ગળુ કપાયું
  • બાઇક લઈને પસાર થતા યુવકનું ગળુ કપાતા ચકચાર
  • ઉત્તરાયણ પૂર્વે દોરીથી ગળુ કપાવવાની પ્રથમ ઘટના
  • બાઇક લઈને બ્રીજ પરથી પસાર થતા બની ઘટના

Anand News:હજુ ઉત્તરાયણ આવવાને એક મહિનાનો સમય બાકી છે તે પહેલા રાજ્યમાંથી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. અત્યારથી રાજ્યમાં પતંગ ચગાવવાનું શરૂ થઈ ગયું છે તો એવામાં આ મજા એક યુવક માટે સજા બની છે. આણંદ શહેરમાં બોરસદ ચોકડી બ્રિજ પર વિદ્યાનગરથી ઘર તરફ જઈ રહેલા મોગર ગામના યુવકના ગળામાં દોરી ભરાતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. મોગરનો હેમરાજસિંહ દિલીપસિંહ મહીડા વિદ્યાનગરમાં એપ્રિન્ટીસ તરીકે એસી-ફ્રિજ રીપેરીંગ શીખવાનું કામ કરે છે.

મળતી માહિતી અનુસાર, દોરીના કારણે યુવકનું ગળું કપાતા લોહીથી તરબતર થઇ ગયો હતો અને બાઇક પણ સ્લીપ થઇ ગઇ હતી. યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. સાથે બાઇકને પણ નુકસાન થયું હતુ. તો દુર્ઘટના બાદ સ્થળ પર સ્થાનિકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને એમ્બ્યુલન્સ મારફતે યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. આ યુવક મોગરનો રહેવાસી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

સરકાર દ્વારા અગાઉથી ચાઈનીઝ દોરીના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. છતાં હજુ કેટલાક વેપારીઓ દ્વારા છૂપી રીતે તેનું વેચાણ કરવામાં આવતું હોય છે કારણ કે મોટાભાગના પતંગરસિકો ચાઈનીઝ દોરી વાપરવાનો આગ્રહ રાખતા હોય છે.તંત્ર દ્વારા ચાઈનીઝ દોરીનું વેચાણ અને તેના વપરાશ પરના પ્રતિબંધનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવે તેની ખાસ જરૂર છે.


whatsapp ad White Font big size 2 4 બોરસદ ચોકડી બ્રિજ પર પતંગની ઘાતક દોરીથી યુવકનું ગળુ કપાયું


 

આ પણ વાંચો:પત્નીની સામે જ દીકરી પર આચર્યું દુષ્કર્મ, કોર્ટે ફટકારી 20 વર્ષની જેલની સજા

આ પણ વાંચો:ડુંગળીની નિકાસ બંધ કરી દેતા ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં મુકાયા

આ પણ વાંચો:હવે આણંદની ક્રીસેન્ટ રેસ્ટોરેન્ટ વિવાદમાં, મસાલા પાપડમાંથી નીકળ્યો વંદો

આ પણ વાંચો:સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમને અપગ્રેડ કરવાની યોજના, 180 કરોડનો થશે ખર્ચ