Not Set/ મોબાઈલમાં PUBG રમવામાં મશગુલ બે મિત્રોનું ટ્રેનની અડફેટે મોત

PUBG રમવાના ચક્કરમાં સ્કૂલમાં ભણતા બે બાળકો ટ્રેન નીચે કચડાઈ ગયાની એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. આ બંને બાળકો સવારે રેલવે ટ્રેક પર ચાલતા-ચાલતા ગેમ રમી રહ્યા હતા.

India
PUBG

આજકાલ બાળકો ફ્રી ફાયર તથા PUBG જેવી મોબાઈલ ગેમના દિવાના બની ગયા છે, ગેમ રમવામાં તેઓ એટલા મશગુલ થઈ જાય છે કે તેમના આસપાસ શું બની રહ્યું છે તેની પણ તેઓને જાણ હોતી નથી, અનેક કિસ્સાઓમાં આ PUBG મોતનું કારણ પણ બન્યું છે, આવી કેટલીક ઘટના આપણે સાંભળી  હશે, ત્યારે આવી જ એક બીજી ઘટના બની છે મનથુરામાં બની છે. જેમાં PUBG રમવાના ચક્કરમાં સ્કૂલમાં ભણતા બે બાળકો ટ્રેન નીચે કચડાઈ ગયાની એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. આ બંને બાળકો સવારે રેલવે ટ્રેક પર ચાલતા-ચાલતા ગેમ રમી રહ્યા હતા. તે વખતે ટ્રેક પર માલગાડી આવી ચઢી હતી, જેણે બંનેને અડફેટે લેતા તેમનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. આ ઘટનામાં એક મોબાઈલ ફોન ટ્રેન નીચે આવી તૂટી ગયો હતો, જ્યારે બીજો ફોન પોલીસને મળ્યો ત્યારે તેના પર ગેમ ચાલુ હતી.

આ પણ વાંચો :દિલ્હીમાં મેટ્રો અને બસ ધમધમશે, હવે 100 ટકા ક્ષમતા સાથે દોડશે બસ અને મેટ્રો..

મળતી માહિતી અનુસાર, શનિવારે સવારે મથુરાના થાના જમુનાપાર વિસ્તારમાં મથુરા-કાસગંજ રેલ્વે ટ્રેક પર લક્ષ્મીનગર નજીક ટ્રેનની અડફેટે આવતાં એક કિશોર સહિત બેનાં મોત નિપજ્યા હતાં. પોલીસે મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.જો કે મહત્વની વાત એ હતી કે આ બન્ને કિશોરોના કાનમાં ઈયરફોન લગાવેલા હતા અને મોબાઈલમાં PUBG ચાલતી જોવા મળી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે બંને મોબાઈલ ગેમ રમતી વખતે આ અકસ્માતનો ભોગ બન્યા છે.

આ ઘટનાનો હજુ સુધી કોઈ સાક્ષી પોલીસને નથી મળી આવ્યો. શનિવારે સવારે સાત વાગ્યાની આસપાસ પોલીસને રેલવે ટ્રેક પર બે મૃતદેહ પડ્યા હોવાનો મેસેજ મળ્યા બાદ આ ઘટના અંગે જાણ થઈ હતી. મૃતક ગૌરવના પિતા દૂધનો વ્યવસાય કરે છે. તેમણે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેમને હજુય એ વાત માન્યામાં નથી આવતી કે તેમનો દીકરો હવે આ દુનિયામાં નથી રહ્યો. ગૌરવે તે દિવસે મોર્નિંગ વોક પર જવાનું નક્કી કર્યું હતું. જેના માટે તેણે પોતાને વહેલા ઉઠાડવા માટે પણ કહ્યું હતું.

આ પણ વાંચો :રાકેશ ટિકૈત- 750 ખેડૂતો શહીદ થયા, તેની જવાબદારી કોણ લેશે?

ગૌરવ સવારે સવા પાંચ વાગ્યાની આસપાસ ઘરેથી નીકળી ગયો હતો. તેણે પોતાના પિતાનો ફોન પણ સાથે લીધો હતો. તે પહેલીવાર મોર્નિંગ વોક પર ગયો હતો, અને તેના પિતા ઈચ્છતા હતા કે તે રોજ સવારે ચાલવા જાય, પરંતુ શનિવારે તેની સાથે જે થયું તેનાથી તેનો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.

ઇન્સપેક્ટર-ઇન-ચાર્જ જમુનાપરે આપેલી સમગ્ર ઘટનાની જાણ પ્રમાણે લગભગ આજે સવારે 7 વાગે માહિતી મળતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મૃતકો પાસે મળી આવેલા મોબાઈલ પરથી તેમની ઓળખ પણ કરવામાં આવી હતી.પબ્જી રમતી વખતે ટ્રેનની અડફેટે આવી જતાં તેનું મોત થયું હતું. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો :ગુજરાતમાં ધોરણ 1 થી 5ની શાળાઓ 22 નવેમ્બરથી થશે શરૂ : જીતુ વાઘાણી

આ પણ વાંચો : સુરતમાં સગીરાને લગ્નની લાલચ આપી વારંવાર આચર્યું દુષ્કર્મ, આ રીતે ફૂટ્યો ભાંડો

આ પણ વાંચો : યુપી ચૂંટણી પહેલા યોગીના ખભા પર PM મોદીનો હાથ, CM ધ્યાનથી સાંભળતા જોવા મળ્યા