જમ્મુ-કાશ્મીર/ અનંતનાગ એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદનાં બે આતંકવાદીઓ માર્યા ગયા

જમ્મુ-કાશ્મીરમાં બુધવારે રાત્રે અનંતનાગ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે….

India
ગરમી 35 અનંતનાગ એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદનાં બે આતંકવાદીઓ માર્યા ગયા

જમ્મુ-કાશ્મીરમાં બુધવારે રાત્રે અનંતનાગ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. સુરક્ષાદળો અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશનમાં આ એન્કાઉન્ટર અનંતનાગ જિલ્લાનાં કાદીપોરા ગામમાં કરી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ ગુરુવારે આ માહિતી આપી.

દુશ્મન સાવધાન! / લાદેનની જાસૂસી કરનારુ ડ્રોન આવશે ભારત! ચીન-પાકમાં ખળભળાટ

કાશ્મીરનાં આઈજીપી વિજય કુમારે કહ્યું કે, અનંતનાગ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા વધીને બે થઈ ગઈ છે. આઈજીપી વિજય કુમારે કહ્યું, અનંતનાગનાં કાદીપોરા ગામમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. તેઓ સ્થાનિક આતંકવાદીઓ દેખાઇ રહ્યા છે. આતંકવાદ વિરોધી કામગીરીની સંખ્યા વધી રહી છે.

રાજકારણ / કોંગ્રેસને હવે CAG ઉપર પણ છે શંકા? રાહુલે ઉઠાવ્યો સવાલ

પોલીસ અધિકારીએ ગુરુવારે જણાવ્યું કે, સુરક્ષાબળોએ બુધવારે બિજબિહાડાનાં કાંદીપોરામાં ઘેરાબંધી કરી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન, આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ કર્યું હતું, જેના પછી સૈન્યએ જવાબી કાર્યવાહી કરી હતી. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે અને તેમની ઓળખ થઈ રહી છે. આ અભિયાન હજી ચાલુ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ