VALSAD NEWS/ વલસાડમાં ઉમરગામમાં થયેલા અકસ્માતમાં બેનાં મોત

લસાડમાં ઉમરગામમાં થયેલા અકસ્માતમાં બેના મોત નીપજ્યા છે. ઉમરગામમાં કનાડુ ત્રણ રસ્તા ખાતે આ અકસ્માત થયો હતો.

Gujarat Others
Beginners guide to 2024 06 03T102405.306 1 વલસાડમાં ઉમરગામમાં થયેલા અકસ્માતમાં બેનાં મોત

Valsad News: વલસાડમાં ઉમરગામમાં થયેલા અકસ્માતમાં (Valsad Accident) બેના મોત નીપજ્યા છે. ઉમરગામમાં કનાડુ ત્રણ રસ્તા ખાતે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર બે યુવાનોના ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યા હતા. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. બાઇકો વચ્ચે થયેલી ટક્કર એટલી જોરદાર હતી કે ઘટનાસ્થળે જ બાઇકસવાર યુવાનોના મોત થઈ ગયા હતા.

સ્થાનિકોના જણાવ્યા મુજબ બંને બાઇક ચાલક બેફામ ઝડપે આવી રહ્યા હતા. બંનેની સ્પીડ બેફામ હતી. બંનેમાંથી કોઈએ વાહન રોકવાની તસ્દી લીધી ન હતી અને બ્રેક મારવાની પણ તસ્દી લીધી ન હતી. તેમની બેફામ સ્પીડના લીધે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતનો ભોગ બનેલા બાઇક સવારોને હોસ્પિટલ પણ લઈ જવાયા હતા અને હજી પણ તેમા એક જણ ગંભીર રીતે ઇજા પામેલો છે. પોલીસે અકસ્માત ગુનો નોંધીને કાર્યવાહી આગળ હાથ ધરી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને આ પોસ્ટમોર્ટમ કરીને પછી તેમના મૃતદેહો તેમના કુટુંબીઓને સોંપવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બાળકીની જનેતા એ જ માસૂમ બાળકીને કૂવામાં ફેંકી દઈ પુત્રીની હત્યા કરતા ચકચાર મચી

આ પણ વાંચો: કાલાવડ-જામનગર હાઈવે પર મોડી રાત્રે બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત

આ પણ વાંચો: મહેસાણામાં સ્ટુડન્ટ વિઝાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી