Kashmir/ શ્રીનગરમાં એક પાકિસ્તાની સહિત બે આંતકવાદી ઠાર,અમરનાથ યાત્રા નિશાના પર

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં પોલીસને મોટી સફળતા મળી છે. બેમિના વિસ્તારમાં પોલીસે લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલા બે આતંકવાદીઓને ઠાર માર્યા છે.

Top Stories India
1 115 શ્રીનગરમાં એક પાકિસ્તાની સહિત બે આંતકવાદી ઠાર,અમરનાથ યાત્રા નિશાના પર

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં પોલીસને મોટી સફળતા મળી છે. બેમિના વિસ્તારમાં પોલીસે લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલા બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ દરમિયાન એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો. આને એક મોટી સફળતા ગણાવી છે, કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે કહ્યું કે જે દસ્તાવેજો મળ્યા છે તે મુજબ એક આતંકવાદીની ઓળખ અબ્દુલ્લા ઘોરી તરીકે થઈ છે, જે પાકિસ્તાનના ફૈસલાબાદનો રહેવાસી છે.બીજાની ઓળખ અનંતનાગ જિલ્લાના આદિલ હુસૈન મીર ઉર્ફે સુફિયાન તરીકે થઈ છે. પોલીસ રેકોર્ડ મુજબ, આદિલ 2018માં વાઘાથી વિઝા લઈને પાકિસ્તાન ગયો હતો.

National Herald case / EDએ રાહુલ ગાંધીની આજે સાડા આઠ કલાકની પુછપરછ કર્યા બાદ આવતીકાલે ફરી બોલાવ્યા

તેમણે વધુમાં કહ્યું, “પાકિસ્તાન સ્થિત હેન્ડલરોએ અનંતનાગના પહેલગામના રહેવાસી આતંકવાદી આદિલ હુસૈન મીર સાથે બે પાકિસ્તાની લશ્કરના આતંકવાદીઓને મોકલ્યા હતા. આ તમામ 2018થી પાકિસ્તાનમાં હતા અને અમરનાથ યાત્રા પર હુમલો કરવાની તૈયારીમાં હતા. ત્રણેય માર્યા ગયા છે.”7 જૂને પાકિસ્તાનના લાહોરના હંઝાલામાં રહેતા એક આતંકવાદીને સુરક્ષા દળોએ સોપોરમાં ઠાર માર્યો હતો.

P Chidambaram Health / રાહુલ ગાંધીના સમર્થનમાં પ્રદર્શન દરમિયાન પી ચિદમ્બરમની પાંસળી ફ્રેક્ચર,કોંગ્રેસે લગાવ્યા આરોપ

કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષકના જણાવ્યા અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં સુરક્ષા દળોની કાર્યવાહીમાં 100 આતંકવાદીઓ માર્યા ગયા છે. જેમાંથી 71 સ્થાનિક અને 29 પાકિસ્તાની છે. ગયા વર્ષે લગભગ આટલા જ સમયમાં 50 આતંકવાદીઓ માર્યા ગયા હતા.