Not Set/ ચોટીલા હાઇવેથી પશુ ભરેલા ટ્રક સાથે બે ઈસમો ઝડપાયા

ચોટીલા હાઇવે પર અવાર-નવાર પશુ ભરેલા વાહનોની હેરાફેરી થતી હોય છે. જેને લઈને ચોટીલા ગૌરક્ષક પ્રેમીઓ હાઇવે પર સતત વોચ રાખીને ઝડપી પાડવા માટે સતર્કતા દાખવતા હોય છે…

Gujarat Others
1 226 ચોટીલા હાઇવેથી પશુ ભરેલા ટ્રક સાથે બે ઈસમો ઝડપાયા

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

ચોટીલા હાઇવે પર અવાર-નવાર પશુ ભરેલા વાહનોની હેરાફેરી થતી હોય છે. જેને લઈને ચોટીલા ગૌરક્ષક પ્રેમીઓ હાઇવે પર સતત વોચ રાખીને ઝડપી પાડવા માટે સતર્કતા દાખવતા હોય છે જેમાં ચોટીલા હાઇવે પર સોનગઢ વ્યારા તરફ જતી ટ્રકને ઉભી રખાવતા તેમાંથી 13 જેટલા પશુ સહિત વાહન ચાલક તેમજ ક્લીનરને ઝડપી પાડી 4 ઈસમો સામે ગુન્હો દાખલ કરી ચોટીલા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

1 227 ચોટીલા હાઇવેથી પશુ ભરેલા ટ્રક સાથે બે ઈસમો ઝડપાયા

ઉગ્ર રજુઆત: પાલ્લી ગામના વૃંદાવન ફળિયામાં આદિવાસી પરિવારો માટે  પીવાના પાણીની સુવિધાઓના કામો ખુદ પાંચ વર્ષોથી જ તરસ્યા 

ચોટીલા ગૌરક્ષકો હરેશભાઇ ચૌહાણ, દલસુખભાઈ અજાડીયા સહિત ચોટીલા પોલીસ ઇન્સ્પેકટર એન.એસ.ચૌહાણ,એ.એસ.આઈ.કેતનભાઈ ચાવડા સહિત પોલીસ ટીમને મળેલી બાતમીનાં આધારે હાઇવે પર મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા સોનગઢ વ્યારા તરફ જતી ટ્રકને સર્ચ કરતા તેમાંથી 9 ગાયો અને 4 વાછરડા ભરીને ક્રૂરતાપૂર્વક દોરડા વડે બાંધેલા અને ઘાસચારો તેમજ પાણીની સુવિધા વિના પશુઓ ભરવા માટે પાસ પરમીટ વગર વાહનમાં માણાવદર ગામનાં વાહન ચાલક અને ક્લીનર શૈલેશ અરજણભાઈ તેમજ કેશુભાઈ કાળાભાઈ વાઘેલાને ઝડપી પાડી બન્ને ઈસમોની પૂછપરછ હાથ ધરતા ધોરાજીનાં ભાળા ગામેથી ભરેલા પશુઓ સોનગઢ વ્યારા પંથકમાં લઇ જતા હોવાનું જણાવતા ટ્રક માલિક સંદીપ ચાવડા અને કાનાભાઈ કોડિયાતર સહિત વાહનચાલક અને ક્લીનર સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

kalmukho str 5 ચોટીલા હાઇવેથી પશુ ભરેલા ટ્રક સાથે બે ઈસમો ઝડપાયા