મોડાસા/ મોડાસા-શામળાજી હાઇવે પરથી બે શખ્સો લાખોની ચાંદી સાથે ઝડપાયા

રાજસ્થાન તરફથી આવી રહેલી લકઝરી બસમાંથી ચાંદીનો જથ્થો ઝડપાયો હતો. બસમાં સવાર બે રાજસ્થાનીઓ પાસેથી ચાંદીનો જથ્થો ઝડપાયો હતો

Top Stories Gujarat
5 9 મોડાસા-શામળાજી હાઇવે પરથી બે શખ્સો લાખોની ચાંદી સાથે ઝડપાયા
  • મોડાસા-શામળાજી હાઇવે પરથી લાખો રૂપિયાની ચાંદી ઝડપાઈ
  • અરવલ્લી જિલ્લા SOG પોલીસને મળી મોટી સફળતા
  • દાવલી ટોલટેક્સ નજીક વાહન ચેકીંગ દરમિયાન ઝડપાઇ ચાંદી
  • રાજસ્થાન તરફથી આવી રહેલી લકઝરી બસમાં મળી આવ્યો જથ્થો
  • બસમાં સવાર 2 રાજસ્થાનીઓ પાસેથી ઝડપાયો ચાંદીનો જથ્થો
  • 62 કિલો વજનની રૂ. 43 લાખ ઉપરાંતના ચાંદીના ચોરસા જપ્ત કરાયા
  • પોલીસે રાજસ્થાનના બાંસવાડા જિલ્લા બે ઈસમોની કરી અટકાયત

ગુજરાતના મોડાસ-શામળાજી હાઇવે પર લાખોની ચાંદી પકડાઇ હોવાના સમાચાર સામે આવ્યા છે. એસઓજી પોલીસને મોટી સફળતા સાંપડી હતી. અરવલ્લી જિલ્લાની પોલીસે લાખોની ચાંદી ઝડપી પાડી હતી.દાવલી ટોલટેક્સ નજીક વાહન ચેકિંગ દરમિયાન ચાંદી પકડાઇ હતી. રાજસ્થાન તરફથી આવી રહેલી લકઝરી બસમાંથી ચાંદીનો જથ્થો ઝડપાયો હતો. બસમાં સવાર બે રાજસ્થાનીઓ પાસેથી ચાંદીનો જથ્થો ઝડપાયો હતો.

ઉલ્લેખનીય છે કે પોલીસે બસમાંથી બે રાજસ્થાનીઓને  62 કિલો ચાંદીના જથ્થા સાથે ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. અંદાજિત 43 લાખ રુપિયાના ચાંદીના ચોરસા જપ્ત કર્યા હતો. પોલીસે રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના બે ઇસમોની અટકાયત કરીને વધુ સઘન પુછપરછ હાથ ધરી છે.