મંતવ્ય વિશેષ/ વિવાદો સાથે જૂનો સંબંધ છે ઉદયનિધિ સ્ટાલિનો, અહીં જાણો

તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિનની સનાતન ધર્મને ખતમ કરી દેવો જોઇએની ટિપ્પણી પર ધમાસાન ચાલી રહ્યું છે. ભાજપે (BJP) વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા (I.N.D.I.A) ને આ નિવેદન બાદ ઘેરી લીધા છે. હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદયનિધિ સ્ટાલિનની ટિપ્પણી અંગે વિપક્ષ પર તીખો શાબ્દિક પ્રહાર કર્યો હતો. જોઈએ અહેવાલ

Mantavya Exclusive Mantavya Vishesh
Untitled 18 વિવાદો સાથે જૂનો સંબંધ છે ઉદયનિધિ સ્ટાલિનો, અહીં જાણો
  • ઉદયનિધિ સ્ટાલિનની વિવાદીત ટિપ્પણી
  • સનાતન ધર્મને ખતમ કરવાની વાત
  • સનાતન નાબૂદી કાર્યક્રમમાં આપી હાજરી
  • સનાતન ધર્મની સરખામણી ડેન્ગ્યુ, મેલેરિયા અને કોરોના સાથે

તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિને રવિવારે સાંજે ફરી સનાતન ધર્મને ખતમ કરવાની વાત કરી હતી. ચેન્નાઈમાં પત્રકારો સાથે વાત કરતા ઉધયનિધિએ કહ્યું કે તેઓ તેમના નિવેદન પર અડગ છે. લોકોએ તેને ખોટી રીતે નરસંહાર સાથે જોડી દીધું.

શનિવારે બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ ઉધયનિધિના નિવેદનને નરસંહાર માટે ઉશ્કેરણી સમાન ગણાવ્યું હતું. જે બાદ ઉધયનિધિએ કહ્યું- પીએમ મોદી પણ કોંગ્રેસમુક્ત ભારતની વાત કરે છે, તો શું તેનો મતલબ એ છે કે કોંગ્રેસીઓને મારવા જોઈએ?

ઉધયનિધિ સ્ટાલિને 2 સપ્ટેમ્બરે ચેન્નાઈમાં સનાતન નાબૂદી કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યાં ભાષણ દરમિયાન તેમણે સનાતન ધર્મને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ઉધયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની સરખામણી ડેન્ગ્યુ, મેલેરિયા અને કોરોના સાથે કરી હતી. ઉધયનિધિએ કહ્યું- મચ્છર, ડેન્ગ્યુ, તાવ, મેલેરિયા અને કોરોના કેટલીક એવી વસ્તુઓ છે, જેનો માત્ર વિરોધ જ ન કરી શકાય, પરંતુ તેને ખતમ કરવો જરૂરી છે.

ઉધયનિધિએ રવિવારે સાંજે કહ્યું, ‘હું ફરી કહું છું કે મેં માત્ર સનાતન ધર્મની ટીકા કરી છે અને સનાતન ધર્મને ખતમ કરવો જોઈએ. હું આ સતત કહીશ. કેટલાક લોકો બાલિશ વર્તન કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે મેં હત્યાકાંડ માટે આમંત્રણ આપ્યું છે.

કેટલાક લોકો દ્રવિડમ નાબૂદ કરવાની વાત પણ કરે છે. શું આનો અર્થ એ છે કે ડીએમકેના લોકોને પણ મારવા જોઈએ?

સનાતનને લઈને ઉધયનિધિ સ્ટાલિનના નિવેદન સામે એક વકીલે દિલ્હી પોલીસમાં FIR નોંધાવી છે. તેના પર સ્ટાલિને કહ્યું કે જો તેમના નિવેદન પર કેસ નોંધવામાં આવે છે તો તે તેના માટે તૈયાર છે.

ઉધયનિધિએ કહ્યું, સનાતન શું છે? સનાતનનો અર્થ છે કંઇ પણ બદલાવું જોઈએ નહીં અને બધું જ સ્થાયી છે. પરંતુ દ્રવિડિયન મોડલ પરિવર્તનની માગ કરે છે અને દરેકને સમાન હોવું જોઈએ. ભાજપ ભારત ગઠબંધનથી ડરે છે અને તેને ગેરમાર્ગે દોરવા તેઓ આ બધું કહી રહ્યા છે…ડીએમકેની નીતિ એક કુળ, એક ભગવાનની છે.

ઉધયનિધિના નિવેદન પર સંતો અને નેતાઓએ શું કહ્યું?

રામજન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સતેન્દ્ર દાસે કહ્યું, ‘સનાતન ધર્મને કોઈપણ કિંમતે નષ્ટ કરી શકાય નહીં. આ ધર્મ સદીઓથી ચાલતો આવ્યો છે અને સદીઓ સુધી ચાલતો રહેશે. ઉધયનિધિ સનાતનનો સાચો અર્થ જાણતા નથી. તેઓ જે પણ કહી રહ્યા છે તે બિલકુલ ખોટું છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘તમિલનાડુના કેટલાક લોકોની વાસ્તવિકતા હવે સામે આવી રહી છે. થોડા દિવસો પહેલાં જ અમે કાશી-તમિલ સમાગમનું આયોજન કર્યું હતું અને તમિલનાડુનાં દરેક ગામમાં ભગવાન જગન્નાથની પૂજા થાય છે. સનાતન ધર્મ અમર છે, આવા રાજકીય નિવેદનોથી કંઈ થશે નહીં.

બીજેપી નેતા શાહનવાઝ હુસૈને કહ્યું, ‘એમકે સ્ટાલિન ભારતની મજબૂત કડી છે અને તેમનો પુત્ર આવાં નિવેદનો આપી રહ્યો છે. કોંગ્રેસ અને મહાગઠબંધનમાં સામેલ અન્ય પક્ષોએ આ નિવેદન પર પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. આ નિવેદન દુર્ભાગ્યપૂર્ણ છે અને તેની નિંદા થવી જોઈએ.

મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા નાના પટોલેએ કહ્યું- અમારું સ્ટેન્ડ સ્પષ્ટ છે. કોંગ્રેસ ન તો કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાની ટિપ્પણી કરે છે અને ન તો તેમાં વિશ્વાસ કરે છે. તેમણે કહ્યું- અમે કોઈ બીજાના નિવેદનની જવાબદારી ન લઈ શકીએ.

તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિનની સનાતન ધર્મને ખતમ કરી દેવો જોઇએની ટિપ્પણી પર ધમાસાન ચાલી રહ્યું છે. ભાજપે) (BJP) વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા (I.N.D.I.A) ને આ નિવેદન બાદ ઘેરી લીધા છે. હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) ઉદયનિધિ સ્ટાલિનની ટિપ્પણી અંગે વિપક્ષ પર તીખો શાબ્દિક પ્રહાર કર્યો હતો.

અમિત શાહે રવિવારે કહ્યું કે, બે દિવસથી ઇન્ડિયા ગઠબંધન સનાતન ધર્મનું અપમાન કરી રહ્યું છે. ઇન્ડિયાના બે મુખ્ય દળ ડીએમકે અને કોંગ્રેસ પાર્ટીના મોટા નેતા કહી રહ્યા છે કે, સનાતન ધર્મને સમાપ્ત કરી દેવું જોઇએ. આ લોકોએ વોટબેંક અને તૃષ્ટિકરણની રાજનીતિ કરવા માટે અમારી સંસ્કૃતિનું અપમાન કર્યું છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ વધારેમાં જણાવ્યું કે, ડીએમકે અને કોંગ્રેસના નેતા માત્ર વોટબેંકની રાજનીતિ માટે સનાતન ધર્મને ખતમ કરવાની વાત કરી રહ્યા છે. આ પહેલીવાર છે જ્યારે તેમણે અમારા સનાતન ધર્મનું અપમાન કર્યું છે. આ પહેલા મનમોહન સિંહે પણ કહ્યું હતું કે, બજેટ પર પહેલો હક લઘુમતિનો છે, પરંતુ અમે કહીએ છીએ કે પહેલો હક ગરીબો, આદિવાસીઓ, દલિતો અને પછાત લોકોનો છે.

રાજસ્થાનમાં એક જનસભામાં અમિત શાહે દાવો કરતા કહ્યું કે, આજે કોંગ્રેસ પાર્ટી કહે છે કે, મોદીજી જીતશે તો સનાતન રાજ કરશે. રાહુલ ગાંધીએ કહ્યું કે, હિંદુ સંગઠન લશ્કર એ તોયબા સાથે પણ વધારે ખતરનાક છે. રાહુલ ગાંધીએ હિંદુ સંગઠનોની તુલના લશ્કર એ તોયબા સાથે કરી છે.

પરિવર્તન સંકલ્પ યાત્રાને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આજે બેણેશ્વર ધામની આ પાવન ધરા પર ભાજપની પરિવર્તન સંકલ્પ યાત્રાની શરૂઆત થવા જઇ રહી છે. ડૂંગરપુરની ધરતી હંમેશા વીરોની ધરતી રહી છે. અહીં રાજસ્થાન અને ગુજરાતના આદિવાસી ભાઇઓએ મહારાણા પ્રતાપની સાથે રહીને વર્ષો સુધી યુદ્ધ કરીને મુગલોની સેનાના દાંત ખાટા કરી દીધા હતા.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ ઉદયનિધિ સ્ટાલિનની ટિપ્પણી અંગે વિપક્ષી ગઠબંધન પર નિશાન સાધ્યું. તેમણે રવિવારે મધ્યપ્રદેશના ચિત્રકુટમાં કહ્યું કે, ઉદયનિધિ સ્ટાલિને આ ટિપ્પણી ત્યારે કરી, જ્યારે ત્રણ દિવસ પહેલા, તેઓ ઇન્ડિયા ગઠબધનના સભ્ય એક રણનીતિ બનાવવા માટે મુંબઇમાં મળ્યા હતા. શું આ સનાતન ધર્મને ખતમ કરવાની રાજનીતિક રણનીતિ છે.

સનાતન ધર્મ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન સામે દિલ્હી પોલીસમાં ફરિયાદ આપવામાં આવી છે. બીજી તરફ, કરોડો હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચે તેવું નિવેદન આપનાર સ્ટાલિન હજુ પણ પોતાની વાત પર અડગ જણાઈ રહ્યા છે.

સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરતા વિનીત જિંદલે આ ફરિયાદ નોંધાવી છે. તેમણે ઉદયનિધિ સામે ફરિયાદ કરતાં કહ્યું કે, સનાતન ધર્મ વિશેની તેમની ટિપ્પણીઓ ઉશ્કેરણીજનક, ભડકાઉ અને અપમાનજનક છે. તેમણે સનાતન વિશે જે શબ્દો વાપર્યા છે તેનાથી એક હિંદુ તરીકે તેમની લાગણી દુભાઈ છે. એમ પણ કહ્યું કે, એક મંત્રી તરીકે તેમણે તમામ ધર્મો-પંથોનું સન્માન કરવું જોઈએ, પરંતુ તેમણે તેમ કર્યું નથી.

વકીલે ઉદયનિધિ સ્ટાલિન સામે IPCની કલમ 153A, B, 295A, 298 અને 505 હેઠળ ગુનો દાખલ કરવાની માંગ કરી છે. જોકે, આ અંગે FIR નોંધાઈ છે કે કેમ તે અંગે હજુ સુધી જાણકારી મળી શકી નથી.

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને દ્રવિડ મુનેત્ર કડગમ (DMK) સરકારમાં મંત્રી ઉદયનિધિ સ્ટાલિને શનિવારે (2 સપ્ટેમ્બર, 2023) એક કાર્યક્રમમાં કહ્યું હતું કે સનાતન ધર્મ મેલેરિયા અને ડેન્ગ્યુ જેવો છે અને તેનો ફક્ત વિરોધ નહીં, પણ તેને ખતમ કરી નાખવો જોઈએ. એટલું જ નહીં, ઉદયનિધિએ એ પણ કહ્યું કે આ મામલે જો કોઈ કાયદાકીય કાર્યવાહીની વાત કરે છે તો તે તેનાથી ડરતા નથી.

ભાષણની એક વિડીયો ક્લિપમાં તેમને એમ કહેતા સાંભળી શકાય છે કે, “સનાતન ધર્મને ખતમ કરવા માટે મને આ કોન્ફરન્સમાં બોલવાની તક આપવા બદલ હું આયોજકોનો આભાર માનું છું. સંમેલનને ‘સનાતન ધર્મનો વિરોધ’ કરવાને બદલે ‘સનાતન ધર્મ નાબૂદ કરો’ કહેવા બદલ હું આયોજકોને અભિનંદન આપું છું.” ઉદયનિધિએ કહ્યું, “ઘણી વસ્તુઓ છે જેનો આપણે નાશ કરવાનો છે આપણે ફક્ત વિરોધ નથી કરવાનો. મચ્છર, ડેન્ગ્યુ, મેલેરિયા, કોરોના એ બધી એવી વસ્તુઓ છે જેનો આપણે વિરોધ કરી શકતા નથી, આપણે તેનો નાશ કરવો પડશે. સનાતન પણ એવો જ છે. વિરોધ કરવાની જગ્યાએ આપણું પહેલું કામ સનાતનને ખતમ કરવાનું હોવું જોઈએ.”

તેમણે પ્રશ્નાર્થ લહેકામાં પૂછ્યું, “સનાતન શું છે? સનાતન નામ સંસ્કૃતમાંથી આવ્યું છે. સનાતન સમાનતા અને સામાજિક ન્યાયની વિરુદ્ધ છે. સનાતનનો અર્થ ‘સ્થાયિત્વ’ સિવાય બીજું કઈ નથી, જેને બદલી ના શકાય. કોઈ પ્રશ્ન ઉઠાવી શકે નહીં. આ સનાતનનો અર્થ છે.”

આ પણ વાંચો:છેલ્લા પાંચ વર્ષમાં જેલોમાં 817 કેદીઓના મૃત્યુ, ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ અને આ રાજ્યમાં સૌથી ઓછા

આ પણ વાંચો: I.N.D.I.A ગઠબંધનની મુંબઈમાં બેઠકનો આજે બીજો દિવસ, જાણો શું થશે?

આ પણ વાંચો:આજથી આદિત્ય L-1 મિશનનું કાઉન્ટડાઉન શરૂ, આવતીકાલે શ્રીહરિકોટાથી થશે લોન્ચ, જાણો આ મિશન વિશે

આ પણ વાંચો:દેશના આ ભાગોમાં 2 સપ્ટેમ્બરથી ફરી થશે ભારે વરસાદ, જાણો હવામાનની નવીનતમ આગાહી