England/ દિવાળી પર મહાત્મા ગાંધીના માનમાં ખાસ બહાર પાડ્યો સિક્કો

સોના અને ચાંદી સહિત બહુવિધ ધોરણોમાં ઉપલબ્ધ, હીના ગ્લોવર દ્વારા ડિઝાઇન કરાયેલ આ ગોળ સિક્કામાં ભારતના રાષ્ટ્રીય ફૂલ કમળ અને મહાત્મા ગાંધીનું પ્રખ્યાત ઉદ્ઘોષક વાક્ય ‘મારું જીવન એ જ મારો સંદેશ’ છે.

Top Stories World
પેટ્રોલ 4 દિવાળી પર મહાત્મા ગાંધીના માનમાં ખાસ બહાર પાડ્યો સિક્કો

બ્રિટનમાં દિવાળી પર મહાત્મા ગાંધીના જીવન અને વારસાની ઉજવણી કરતાં, બ્રિટનના ચાન્સેલર અને નાણા પ્રધાન ઋષિ સુનકે ગુરુવારે પાંચ પાઉન્ડના સ્મૃતિ ચિન્હ સમાન સિક્કાનું અનાવરણ કર્યું હતું. સોના અને ચાંદી સહિત બહુવિધ ધોરણોમાં ઉપલબ્ધ, હીના ગ્લોવર દ્વારા ડિઝાઇન કરાયેલ આ ગોળ સિક્કામાં ભારતના રાષ્ટ્રીય ફૂલ કમળ અને મહાત્મા ગાંધીનું પ્રખ્યાત ઉદ્ઘોષક વાક્ય ‘મારું જીવન એ જ મારો સંદેશ’ છે.

સિક્કા દ્વારા ગાંધીજીને યાદ કરાયા

આ પહેલીવાર છે જ્યારે સત્તાવાર બ્રિટિશ સિક્કા દ્વારા ગાંધીજીને યાદ કરવામાં આવી રહ્યા છે. ભારતીય મૂળના નાણામંત્રીએ કહ્યું કે, “એક હિંદુ તરીકે હું દિવાળી પર આ સિક્કો બહાર પાડીને ગર્વ અનુભવું છું. મહાત્મા ગાંધીએ ભારતના સ્વાતંત્ર્ય ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને પ્રથમ વખત બ્રિટિશ સિક્કા દ્વારા તેમના જીવનને યાદ કરવું અદ્ભુત છે.

સોના અને ચાંદીના પાંચ પાઉન્ડના સિક્કા

સ્મારક ગાંધી સિક્કો બ્રિટન અને ભારત વચ્ચે સ્થાયી સંબંધો અને સાંસ્કૃતિક સંબંધો બાંધવા માટે કહેવાય છે, કારણ કે ભારત આ વર્ષે તેની સ્વતંત્રતાના 75માં વર્ષની ઉજવણી કરી રહ્યું છે. પાંચ પાઉન્ડનો સિક્કો સોના અને ચાંદીમાં બનેલો છે અને તે કાનૂની ટેન્ડરનો દરજ્જો ધરાવે છે, જો કે તે સામાન્ય ચલણ માટે બનાવાયેલ નથી.

ઓક્ટોબર 2020માં 10 મિલિયન સિક્કા ચલણમાં છે

જીવનના તમામ ક્ષેત્રોમાં લઘુમતી સમુદાયોના યોગદાનને યોગ્ય રીતે રજૂ કરવાના અભિયાનના ભાગરૂપે ગયા વર્ષે સુનકે 50 પૈસાનો નવો ‘ડાયવર્સિટી બિલ્ટ બ્રિટન’ 50 પૈસાનો સિક્કો લોન્ચ કર્યો હતો. બ્રિટનના વૈવિધ્યસભર ઇતિહાસની ઉજવણી કરતા લગભગ 10 મિલિયન સિક્કા ઓક્ટોબર 2020માં ચલણમાં આવ્યા હતા.

Business / ભારતે તરત જ શ્રીલંકાને 100 ટન નેનો લિક્વિડ યુરિયા પહોંચાડ્યો

આગોચર / બાળકને યાદ આવ્યો પોતાનો પાછલો જન્મ, અને ત્રણ પરિવાર હચમચી ગયા

Best from the West / આ રાજ્યમાં કચરામાંથી બનતું પેટ્રોલ અને ડીઝલનું વેચાણ શરૂ, કિંમત છે માત્ર 70 રૂપિયા લિટર