Not Set/ ઉડાન યોજના હેઠળ સુરતથી 4 ફલાઇટ આ તારીખથી શરૂ થશે,જાણો વિગત…

ગુજરાતમાં સુરતથી ચાર ફ્લાઇટ ભરશે ઉડાન. જેમાં ઉડાન યોજના હેઠળ આગામી 1 જાન્યુઆરીથી ચાર ફ્લાઇટ શરૂ કરાશે.

Top Stories India
annnnm ઉડાન યોજના હેઠળ સુરતથી 4 ફલાઇટ આ તારીખથી શરૂ થશે,જાણો વિગત...
  • ઉડાન યોજના અંતગર્ત સુરતથી 4 ફ્લાઇટ શરૂ થશે
  • 1 જાન્યુઆરીથી 9 સીટર ફ્લાઇટ શરૂ થશે
  • સુરતથી અમદાવાદ, સુરતથી રાજકોટ ફ્લાઇટ થશે શરૂ
  • સુરતથી ભાવનગર, સુરતથી અમરેલીની ફ્લાઇટ શરૂ થશે
  • ફ્લાઇટ ભાડું 3 થી 5 હજાર રૂપિયા સુધીનું રહેશે

મોદી સરકારે જ્યારથી કેબિનેટમાં મોટો ફેરફાર કર્યા બાદ તમામ કેબિનેટના મંત્રી કામે લાગી ગયા છે અને ઝડપથી વિકાસના એજન્ડા પર કામ કરી રહ્યા છે. ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉડ્ડાન ફલાઇટ યોજનામાં સારૂ કામ કરી આ યોજના સત્વરે અમલી બનાવી છે અને આ યોજના અનેક રાજ્યોમાં કાર્યરત પણ કરી દેવામાં આવી છે આ અંતર્ગત રાજ્યમાં પણ 1લી જાન્યુઆરીથી 4 ફલાઇટ ઉડાન ભરશે.

ગુજરાતમાં સુરતથી ચાર ફ્લાઇટ ભરશે ઉડાન. જેમાં ઉડાન યોજના હેઠળ આગામી 1 જાન્યુઆરીથી ચાર ફ્લાઇટ શરૂ કરાશે.જેમાં સુરતથી અમદાવાદ, સુરતથી રાજકોટ, સુરતથી ભાવનગર અને અમરેલીમાં પણ ફ્લાઇટ સેવા શરૂ કરાશે.વેંચુરા એર કનેક્ટ આ ફ્લાઈટ ચલાવશે. આ શરૂ થનાર હવાઇ સેવાઓ માટે મહત્તમ 3500 થી 5000 ટિકિટનો દર નક્કી કરવામાં આવ્યો છે નાગરિકોને સૌથી ઝડપી અને આર્થિક પરિવહન સુવિધા પૂરી પાડવા માટે રાજ્ય સરકારે વિવિધ પ્રવાસન સ્થળો તેમજ નાના શહેરોને મોટા શહેરો સાથે જોડવા માટે પ્રાદેશિક હવાઈ જોડાણ શરૂ કરવાનું આયોજન કર્યુ છે.