ગુજરાત/ મહામુસીબતે પકવેલા તરબુચનો ભાવ ના મળતા ખેડુતોએ કર્યું એવું કે…

અહીના તરબુચ મોટા શહેરો સુધી લઇ જવાય છે આ વખતે તરબુચ નો ખુબ સારો અને મોટા પ્રમાણમાં પાક થયો છે પરંતુ ખેડુતોને તેનો ભાવ મળતો નથી

Gujarat Others
Untitled 6 7 મહામુસીબતે પકવેલા તરબુચનો ભાવ ના મળતા ખેડુતોએ કર્યું એવું કે...

મોંઘુદાટ ખાતર બિયારણ અને મજુરી કરી મહામુસીબતે પકવેલા તરબુચનો ભાવ ના મળતા ખેડુતો પોતે જ પોતાના વાહનો લઈ તરબુચના વેપારી બન્યા હાઇવે રોડ પર ટ્રેકટરો મા તરબુચ વેચી વળતર મેળવવાની કોસીસ કરતા જોવા મળી રહ્યા છે.  છોટાઉદેપુર જીલ્લા મા નદીમાં તેમજ ખેતરોમા તરબુચ નો મબલખ પાક નુ વાવેતર કરી ખેડુતો ખુબ સારુ વળતર મેળવતા હોય છે. અને અહીના તરબુચ મોટા શહેરો સુધી લઇ જવાય છે. આ વખતે તરબુચ નો ખુબ સારો અને મોટા પ્રમાણમાં પાક થયો છે. પરંતુ ખેડુતોને તેનો ભાવ મળતો નથી જેના કારણે તેઓની હાલત કફોડી બની છે.

Untitled 6 8 મહામુસીબતે પકવેલા તરબુચનો ભાવ ના મળતા ખેડુતોએ કર્યું એવું કે...

મોંઘુદાટ ખાતર બિયારણ અને મજુરી કરી મહામુસીબતે પકવેલા તરબુચને પોતે જ પોતાના વાહનો લઈ ઠેર ઠેર ટ્રેકટરોમાં તરબુચ વેચી વળતર મેળવવાની કોસીસ છોટાઉદેપુર જીલ્લા ખેડુતો કરી રહ્યા છે. તરબુચ ના ભાવો ની વાત કરીએ તો ખેડુત વેપારીને માલ આપે તો ફક્ત 4 થી 5 રૂપિયા કીલોના જ મળી રહે છે.

જે ભાવો ખેડુતને પરવડે તેમ નથી જ્યારે પોતે ટ્રેક્ટરમાં તરબુચ ભરી અને વેચવા આવતા તેઓને 15 રૂપિયા કિલોનો ભાવ મળતો હોય કઇક અંશે તેમને પોતાના પાકનું વળતર મળતા તેઓ પોતાના વાહનોમાં તરબુચ ભરી હાઇવે પર વેચાણ કરતા જોવા મળી રહ્યા છે. તરબુચ પકવતા ખેડૂતોનુ કહેવુ છે કે આમ કરવાથી અમને થોડી રાહત મળે અને ગ્રાહક ને પણ સસ્તા ભાવે તરબુચ મળે જેથી અમે જાતે જ વાહનો મા ભરી તરબુચ વેચવા માટે હાઇવે પર ઉભા રહ્યા છે.