ગુજરાત/ રાજ્યનાં અલગ-અલગ વિસ્તારમાં કમોસમી વરસાદ, ખેડૂતોની મુશ્કેલીમાં વધારો

રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. ત્યારે જો બુધવારની વાત કરીએ તો રાજ્યમાં અલગ-અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.

Top Stories Gujarat Others
કમોસમી વરસાદ

રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. ત્યારે જો બુધવારની વાત કરીએ તો રાજ્યમાં અલગ-અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. આ પહેલા ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. જેની અસર અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પણ જોવા મળી હતી.

આ પણ વાંચો – ધરતીકંપ / ગુજરાતની ધરા એકવાર ફરી ધણધણી ઉઠી, જાણો ક્યા અનુભવાયા ભૂકંપનાં આંચકા

એક તરફ ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્યુ છે ત્યારે આ કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં વધુ ઠંડી પ્રસરી છે. જણાવી દઇએ કે, દેશનાં ઉત્તરીય ભાગમાં થયેલી હિમ વર્ષાને કારણે ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધવા લાગ્યું છે. આ અસર અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિયા થતાં સર્જાઈ છે. વાતાવરણમાં આવેલા આ ફેરફારથી ખેડૂતોની હાલત ખરાબ થઇ છે. તેમના માટે આ એક ખરાબ સમાચાર છે. આ પહેલા હવામાન વિભાગે 18,19 અને 20 તારીખનાં રોજ કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. આજે સવારે એટલે કે ગુરુવારથી અમદાવાદ સહિત રાજ્યનાં અલગ-અલગ વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વળી જો રાજ્યનાં પાટનગરની વાત કરીએ તો અહી પણ સવારથી ઠંડીએ જોર પકડ્યુ છે. વળી અમદાવાદમાં ઠંડા પવનો ફૂંકવાની શરૂઆત થઈ ગઈ છે. તો બીજી તરફ, બનાસકાંઠા જિલ્લાનાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. ભાવનગર, કાંકરેંજ, ડીસા, બનાસકાંઠા, રાજકોટ, દિયોદર, વડોદરા, પાલનપુર, વડગામ સહિત અનેક પંથકમાં વહેલી સવારથી ધીમીધારે કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો જૂનાગઢનાં કેશોદ તાલુકાનાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. તૈયાર ખેત પેદાશ હાથમાંથી જવાની ભીતિ સેવાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં ખેડૂતો મગફળીનો પાક સાચવવાનાં કામે લાગ્યા છે. ખેડૂતોએ ગત રાત્રિનાં સમયે પણ થ્રેશર શરૂ કરી દીધા છે. હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીના સર્ક્યુલેશનની અસરને પગલે રાજ્યમાં 5 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…