Not Set/ UPમાં ફરી ક્રૂરતા/ મહિલાની હત્યા કરી લાશને ખાટલામાં બાંધી બાળવામાં આવી

ઉત્તરપ્રદેશમાં એક હદય દ્રાવક  કેસ સામે આવ્યો છે. યુપીના બિજનોરમાં ગજરૌલા શિવ અને ઝાલરા ગામની વચ્ચે કેરીના બાગમાં એક ખાટલા સહિત મહિલાની સળગવી દીધેસી લાશ મળી આવતા ઉહાપો થઇ ગયો હતો. મહિલા પર બળાત્કાર ગુજાર્યા બાદ હત્યા કરીને લાશને ખાટલા સાથે બાંધી સળગાવી દેવામાં આવી હવોનાં સંભાવના છે.   શહેર કોટવાલી વિસ્તારનાં ગામ ગજરૌલા શિવા […]

Top Stories India
up1 UPમાં ફરી ક્રૂરતા/ મહિલાની હત્યા કરી લાશને ખાટલામાં બાંધી બાળવામાં આવી

ઉત્તરપ્રદેશમાં એક હદય દ્રાવક  કેસ સામે આવ્યો છે. યુપીના બિજનોરમાં ગજરૌલા શિવ અને ઝાલરા ગામની વચ્ચે કેરીના બાગમાં એક ખાટલા સહિત મહિલાની સળગવી દીધેસી લાશ મળી આવતા ઉહાપો થઇ ગયો હતો. મહિલા પર બળાત્કાર ગુજાર્યા બાદ હત્યા કરીને લાશને ખાટલા સાથે બાંધી સળગાવી દેવામાં આવી હવોનાં સંભાવના છે.  

શહેર કોટવાલી વિસ્તારનાં ગામ ગજરૌલા શિવા અને ગામ ઝાલરાની વચ્ચે નોઈડા નિવાસી વિશ્વંભરનો આંબાનો બાગ છે. આ કેરીનો બગીચો ગજરાલા શિવના રહેવાસી ગંજફર અલી દ્વારા કરાર પર લેવામાં આવ્યો છે. શુક્રવારે સાંજે ગંજફર અલી બાગમાં ગયો હતો અને નળવેલ તરફ ગયો ત્યારે તેણે જોયું કે ત્યાં એક ખાટલા સહિતનો મૃતદેહ બળી હાલમાં પડ્યો હતો. માત્ર મૃતદેહનુંં હાડપિંજર બળીને બચ્યુ હતુ. 

પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને બળી ગયેલા મૃતદેહના અવશેષો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. એવી આશંકા છે કે મહિલાની હત્યા કરીને લાશ સળગાવી દેવામાં આવી છે. ડેડબોડીની ઓળખ થઈ નથી. નજીકમાં એક જીવંત અને એક ફૂટેલ કારતૂસ પણ મળી આવ્યું છે. એવી શક્યતા છે કે મહિલાને પહેલા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અને પછી ખાટલા સાથે બંધી સળગાવી દેવામાં આવી હશે. એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, બળાત્કાર ગુજાર્યા બાદ મહિલાની હત્યા કરવામાં આવી હશે. 

ઇન્ચાર્જ પોલીસ અધિકારી આર.સી.શર્માએ જણાવ્યું હતું કે લાશ એક મહિલાની હોવાનું જણાય છે. મહિલાને મારીને લાશ સળગાવાઇ હોવાની આશંકા છે. આ કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.