paper leak issue/ યુપી પોલીસ કોન્સ્ટેબલ પેપર લીકમાં UP STF ટીમને મળી મોટી સફળતા,  કૌભાંડના તાર ગુજરાત સાથે જોડાયા

યુપી પોલીસ કોન્સ્ટેબલ ભરતી પેપર લીક કેસમાં UP STF ટીમને મોટી સફળતા મળી છે. પેપર લીક મામલે તપાસ કરતાં કૌભાંડના તાર ગુજરાત સાથે જોડાયા હોવાનું સામે આવ્યું.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 03 16T111803.836 યુપી પોલીસ કોન્સ્ટેબલ પેપર લીકમાં UP STF ટીમને મળી મોટી સફળતા,  કૌભાંડના તાર ગુજરાત સાથે જોડાયા

યુપી પોલીસ કોન્સ્ટેબલ ભરતી પેપર લીક કેસમાં UP STF ટીમને મોટી સફળતા મળી છે. પેપર લીક મામલે તપાસ કરતાં કૌભાંડના તાર ગુજરાત સાથે જોડાયા હોવાનું સામે આવ્યું. જેના બાદ  એસટીએફની ટીમે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.  UP STF ટીમે કોન્સ્ટેબલ ભરતીના પેપર લીક થવા મામલે શોધ્યું કે આ પેપર ગુજરાતના અમદાવાદની કોઈ પ્રેસમાં છપાયા હતા. આ મામલે STFએ ટ્રાન્સપોર્ટ કંપનીના 2 કર્મચારીઓ સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે.

આરોપીઓની કરી અટકાયત

નોંધનીય છે કે 17 અને 18 ફેબ્રુઆરીના રોજ લેવાયેલી પરીક્ષા યોજાઈ હતી. જો કે પેપર લીક થતા પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી. UP STF ટીમે પેપર લીક કૌભાંડ મામલે અમદાવાદની પ્રેસ પર છાપો માર્યા બાદ 5 લોકોની ધરપકડ કરી હતી. ઉપરાંત આ કેસમાં પટનાના એક ડોક્ટરની પણ અટકાયત કરવામાં આવી છે. પેપર લીક કૌભાંડ મામલે ગુજરાત સાથેના કનેકશનમાં અમદાવાદ સાથે તાર જોડાયા હોવાનું સામે આવ્યું.

અમદાવાદની પ્રેસમાં છપાયા પેપર

યુપી એસટીએફના મેરઠ યુનિટે પેપર લીક કૌભાંડના  પ્રિન્ટિંગનો સ્ત્રોત શોધી કાઢ્યો છે. જેમાં અમદાવાદની પ્રેસમાં પેપર છપાયા હતા. જેના બાદ 1500થી વધુ વિદ્યાર્થીઓને પેપર આપવામાં આવ્યું હતું. ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (TCI) નામની કંપનીએ કોન્સ્ટેબલની ભરતીનું પેપર ગુજરાતમાંથી યુપી લાવવાનું હતું. અમદાવાદમાં TCIના બે સ્ટાફ અને પટનાના એક ડોક્ટરે પેપરનું સીલ તોડ્યું હતું. ફોટો લીધો. અને નકલ માફિયાઓને ફરતી કરી હતી.

ડીજીપી પ્રશાંત કુમારે આ મામલે પ્રેસને સંબોધિત કરી હતી. તેઓએ કહ્યું, ‘ટ્રાન્સપોર્ટ કંપનીના કર્મચારીઓએ સીલબંધ બોક્સ તોડવા માટે પટનાથી નિષ્ણાતને બોલાવ્યા હતા. બોક્સ તોડીને કાગળ બહાર કાઢીને ફોટો પડાવવામાં આવ્યો હતો. આ પછી પેપર નકલ કરનારા માફિયાઓને મોકલવામાં આવ્યા હતા. હાલમાં એસટીએફની ટીમે ટ્રાન્સપોર્ટ કંપનીના 2 કર્મચારીઓ સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ સિવાય પટનાના ડૉક્ટર સૌરભ મંડલની અટકાયત કરવામાં આવી છે.

પોલીસે કર્યો ખુલાસો

પોલીસ ભરતી પેપર લીક કેસમાં અત્યાર સુધીમાં 178 FIR નોંધવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 396 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ડીજીપી પ્રશાંતે જણાવ્યું હતું કે યુપી પોલીસ ભરતીનું પેપર અમદાવાદમાં એડ્યુટેસ્ટ સોલ્યુશન પ્રેસમાં છપાયું હતું. યુપીમાં પેપર મોકલવાનો કોન્ટ્રાક્ટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (TCI)ને આપવામાં આવ્યો હતો. TCIમાં કામ કરતા શિવમ ગિરી અને રોહિત પાંડે કોપી માફિયા સાથે સંકળાયેલા હતા. આ પહેલા TCIમાં કામ કરી ચૂકેલા પ્રયાગરાજનો અભિષેક પણ નકલી માફિયા ગેંગમાં હતો. અભિષેકે શિવમ અને રોહિતનો સંપર્ક કર્યો અને પેપર કાઢવાના બદલામાં તેને 5 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. આ ઉપરાંત 15 થી 20 લાખ રૂપિયા કામ પૂર્ણ થયા બાદ આપવામાં આવશે તેમ પણ જણાવાયું હતું. અભિષેકે આ તમામ માહિતી રવિ અત્રીને આપી હતી. આ કૌભાંડમાં પટનાના ડૉ. શુભમ મંડલ પણ સામેલ છે.

પેપર લીક કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ફરાર

ડીજીપીએ વધુ માહિતી આપતા જણાવ્યું કે રાજીવ નયન મિશ્રા પેપાલ લીકનો માસ્ટરમાઇન્ડ હજુ ફરાર છે. આ શખ્સ અગાઉ RO-ARO પેપર લીકમાં પણ સામેલ હતો અને રાજસ્થાનમાં પણ ભરતી પરીક્ષાના પેપર લીક કરી રહ્યો છે. પોલીસ રાજીવની શોધખોળ કરી રહી છે. ફરાર રાજીવ મળ્યા બાદ વધુ માહિતી સામે આવશે. UP STF ટીમે રોહિત પાંડે, શિવમ ગિરી અને અભિષેક શુક્લાની ધરપકડ કરી છે. ટીમે તેના મોબાઈલમાંથી પેપરના ફોટોગ્રાફ્સ કબજે કર્યા છે. પટનાના ડૉક્ટર શુભમ મંડલની અટકાયત કરવામાં આવી છે. આ કેસ સાથે જોડાયેલા 2-3 લોકો હજુ પણ ફરાર છે. પોલીસની ટીમ તેમને શોધી રહી છે.