Stock Market/ શેરબજારમાં હોબાળો..સેન્સેક્સ 1062 પોઈન્ટ તૂટ્યો,આંચકામાં રૂ. 7 લાખ કરોડનું નુકસાન

શેરબજારમાં આજે હોબાળો જોવા મળ્યો હતો. નિફ્ટીમાં 345 પોઈન્ટનો મોટો ઘટાડો થયો છે અને તે 22,000ની નીચે આવી ગયો છે. જ્યારે સેન્સેક્સ 1062 પોઈન્ટ ઘટીને 72,404ના સ્તરે બંધ રહ્યો હતો.

Trending Business
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 05 09T164534.671 શેરબજારમાં હોબાળો..સેન્સેક્સ 1062 પોઈન્ટ તૂટ્યો,આંચકામાં રૂ. 7 લાખ કરોડનું નુકસાન

શેરબજારમાં આજે હોબાળો જોવા મળ્યો હતો. નિફ્ટીમાં 345 પોઈન્ટનો મોટો ઘટાડો થયો છે અને તે 22,000ની નીચે આવી ગયો છે. જ્યારે સેન્સેક્સ 1062 પોઈન્ટ ઘટીને 72,404ના સ્તરે બંધ રહ્યો હતો. આ સપ્તાહનો આ સૌથી મોટો ઘટાડો છે. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 75,000 થી ઘટીને 72 હજારની આસપાસ, જ્યારે નિફ્ટી 22,750 થી ઘટીને 21,957 પર બંધ થયો છે.

ગુરુવારે એટલે કે 9મી મે 2024ના રોજ, ટોચના 30 BSE લિસ્ટેડ શેરમાંથી 25માં મોટો ઘટાડો થયો હતો. માત્ર 5 શૅર વધ્યા હતા. ટાટા મોટર્સના શેરમાં લગભગ 2 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 1.48 ટકા, SBIના શેરમાં 1.27 ટકા અને ઇન્ફોસિસ, HCLના શેરમાં થોડો વધારો થયો છે. ખોટ કરી રહેલા 25 શેરોમાં સૌથી મોટો ઘટાડો L&Tના શેરમાં 5.56 ટકા હતો. આ પછી એશિયન પેઈન્ટ્સ, જેએસડબલ્યુ સ્ટીલ, આઈટીસી, બજાજ ફાઈનાન્સ અને ઈન્ડસઈન્ડ બેંકના શેરમાં 5 ટકા સુધીનો ઘટાડો થયો છે.

આજે શેરબજાર કેમ ઘટ્યું?

શરૂઆતના ટ્રેડિંગમાં શેરબજારમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ પછી મજબૂત પ્રોફિટ બુકિંગને કારણે વેચવાલી પ્રબળ બની હતી અને થોડા જ સમયમાં માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો બુધવારે વિદેશી રોકાણકારો દ્વારા કુલ રૂ. 6669.10 કરોડ છે. FII એ પાંચ ટ્રેડિંગ સેશનમાં કુલ રૂ. 15,863 કરોડની ઇક્વિટી વેચી છે. આ સિવાય કેટલીક કંપનીઓના ખરાબ પરિણામોના કારણે પણ શેરબજારમાં ઘટાડો નોંધાયો છે. આજે નિફ્ટીની એક્સપાયરી પણ હતી જેની બજાર પર નકારાત્મક અસર જોવા મળી હતી.

આ 6 શેરોમાં સૌથી મોટો ઘટાડો

L&Tનો શેર આજે લગભગ 6 ટકા ઘટીને રૂ. 3275 થયો હતો. આ સિવાય પાવર ફાઇનાન્સનો સ્ટોક 5 ટકા, BPCLનો સ્ટોક લગભગ 5 ટકા, પિરામલ એન્ટરપ્રાઇઝનો શેર લગભગ 9 ટકા, NHPCનો 5.26 ટકા અને મણપ્પુરમ ફાઇનાન્સનો 8 ટકાનો ઘટાડો થયો છે.

7.3 લાખ કરોડનું નુકસાન

શેરબજારમાં આજે રોકાણકારોને રૂ. 7.3 લાખ કરોડનું નુકસાન થયું હતું. કારણ કે ગુરુવારે BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 7.3 લાખ કરોડ ઘટીને રૂ. 393.73 લાખ કરોડ થયું હતું, જે એક દિવસ અગાઉ રૂ. 400 લાખ કરોડના સ્તરે હતું.

હેવીવેઇટ શેરોમાં મોટો ઘટાડો

સેન્સેક્સમાં મોટા ઘટાડાનું કારણ હેવીવેઇટ શેરોમાં ઘટાડો હોવાનું પણ માનવામાં આવે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) અને લાર્સન એન્ડ ટુબ્રો (L&T) એ બજારના પતનમાં મોટી ભૂમિકા ભજવી છે. આ સિવાય HDFC બેંક અને ITCના શેરમાં જોરદાર વેચવાલી જોવા મળી રહી છે. આજે બેન્ક નિફ્ટી 500થી વધુ પોઈન્ટ અને નિફ્ટી એફએમસીજી 1300 પોઈન્ટથી વધુ તૂટ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Live:’બંધારણની રક્ષા માટે પોતાનો જીવ આપવા તૈયાર છું, કોંગ્રેસ બંધારણને નષ્ટ થવા દેશે નહી’ રાહુલ ગાંધીનો મોદી પર પ્રહાર

આ પણ વાંચો:વિશ્વાસ જ ગુમાવી દેશે લોકો; બંગાળના શિક્ષક ભરતી કૌભાંડ પર બોલ્યા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ

આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે….