World News : અમેરિકાઅને રશિયા (Russia) વચ્ચે તણાવ વચ્ચે અમેરિકન વાયુસેનાનું C-17 ગ્લોબમાસ્ટર વિમાન મોસ્કોના એક એરપોર્ટ પર ઉતરતાં રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. આ વિમાને વોશિંગ્ટન ડીસી નજીક આવેલા જ્વોઇન્ટ બેઝ એન્ડ્ર્યૂઝ પરથી ઉડાન ભરી હતી. વિમાનને મોસ્કો કેમ મોકલવામાં આવ્યું અને તેમાં કોણ સવાર હતું તે અંગે હજુ સત્તાવાર માહિતી સામે આવી નથી.
રશિયા (Russia)માં ઉતર્યું અમેરિકાનું C-17 Aircraft
રેકોર્ડ મુજબ C-17 Aircraftએ 23 ઓગસ્ટે વોશિંગ્ટન ડીસી નજીકના જ્વોઇન્ટ બેઝ એન્ડ્ર્યૂઝથી ઉડાન ભરી હતી. આ એ જ સૈન્ય મથક છે જ્યાં અમેરિકાના રાષ્ટ્રપતિનું એરફોર્સ વન પણ તહેનાત રહે છે.વિમાન પ્રથમ લાતવિયાની રાજધાની રિગા પહોંચ્યું હતું. ત્યારબાદ તે મોસ્કો (Moscow) તરફ રવાના થયું અને આશરે 74 મિનિટમાં રશિયન રાજધાની પહોંચી ગયું.
રશિયન હવાઈ ક્ષેત્રમાંથી પસાર થયું C-17
આ Aircraftની મુસાફરીની સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે તે રશિયાના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થઈને મોસ્કો પહોંચ્યું હતું. વિમાન RCH4555 નામથી ઉડાન ભરી રહ્યું હતું. સૈન્ય Aircraftને રશિયન હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવા માટે સંબંધિત અધિકારીઓની મંજૂરી જરૂરી હોય છે. જોકે રશિયા (Russia)એ કહ્યું છે કે તેને આ ઉડાન અંગે કોઈ માહિતી નથી.
અમેરિકન ડિફેન્સ મિનિસ્ટરની મોસ્કો મુલાકાતની અટકળો
છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકાના ડિફેન્સ મિનિસ્ટર પીટ હેગસેથની મોસ્કો મુલાકાત અંગે અટકળો ચાલી રહી છે. અહેવાલો અનુસાર યુક્રેન યુદ્ધ (Ukraine War)ને લઈને રશિયા (Russia) સાથે અટકેલી વાતચીતને આગળ વધારવા માટે અમેરિકા (America) તરફથી નવા પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે. આ સંજોગોમાં અમેરિકન Aircraftનું મોસ્કો પહોંચવું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. જોકે C-17માં કોણ સવાર હતું અથવા વિમાનમાં કયો સામાન લઈ જવામાં આવ્યો હતો તેની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી.
Joint Base Andrews કેમ મહત્વપૂર્ણ છે?
જ્વોઇન્ટ બેઝ એન્ડ્ર્યૂઝ અમેરિકાનું મહત્વપૂર્ણ સૈન્ય મથક છે. અહીંથી રાષ્ટ્રપતિની સત્તાવાર હવાઈ મુસાફરી માટે ઉપયોગમાં લેવાતું એરફોર્સ વન પણ સંચાલિત થાય છે. આ બેઝ પર ભારે સૈન્ય પરિવહન Aircraft પણ તહેનાત હોય છે. તેની 89મી એરલિફ્ટ વિંગ રાષ્ટ્રપતિની હવાઈ મુસાફરી સાથે જોડાયેલી કામગીરી સંભાળે છે.
C-17 Globemasterનો ઉપયોગ શું છે?
C-17 ગ્લોબમાસ્ટર અમેરિકન વાયુસેનાનું ભારે સૈન્ય પરિવહન Aircraft છે. તેનો ઉપયોગ સૈનિકો, ટેન્ક, લશ્કરી વાહનો અને ભારે સામાનને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવા માટે થાય છે. આ ઉપરાંત હવામાંથી સામાન પહોંચાડવા, ઘાયલ સૈનિકોને બહાર કાઢવા અને આપત્તિના સમયે રાહત સામગ્રી પહોંચાડવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
C-17 લડાકુ Aircraft અથવા બોમ્બર નથી. તેની મહત્તમ ઝડપ આશરે 834 કિલોમીટર પ્રતિ કલાક હોવાનું જણાવાય છે. તેની ખાસિયત એ છે કે તે ટૂંકી રનવે પરથી પણ ઉડાન ભરી શકે છે.
ભારત પાસે પણ 11 C-17 Globemaster
ભારત પાસે પણ C-17 Globemaster Aircraftના 11 વિમાન છે. ભારતે 2011માં અમેરિકાથી 10 C-17 ખરીદવા માટે કરાર કર્યો હતો. પ્રથમ વિમાન જૂન 2013માં ભારત પહોંચ્યું હતું અને બાકીના વિમાનોની ડિલિવરી 2014 સુધીમાં પૂર્ણ થઈ હતી.
ત્યારબાદ 2019માં ભારતને 11મું C-17 મળ્યું હતું. ભારતીય વાયુસેનાના તમામ 11 C-17 વિમાન 81 સ્ક્વોડ્રન ‘સ્કાય લોર્ડ્સ’નો ભાગ છે અને તેમનું મથક હિંડન એરબેઝ ખાતે છે.
યમનથી લદ્દાખ સુધી C-17ની મહત્વપૂર્ણ ભૂમિકા
ભારતીય વાયુસેનાએ પણ C-17 Aircraftનો અનેક મહત્વપૂર્ણ અભિયાનોમાં ઉપયોગ કર્યો છે.
યમનમાં 2015 દરમિયાન યુદ્ધ વચ્ચે ભારતીય નાગરિકોને બહાર કાઢવાના અભિયાનમાં C-17ની મદદથી 2,096 લોકોને ભારત લાવવામાં આવ્યા હતા. સુદાનમાં 2023ના ગૃહયુદ્ધ દરમિયાન પણ બચાવ અભિયાનમાં C-17નો ઉપયોગ થયો હતો. આ ઉપરાંત ચીનની સરહદ નજીક અરુણાચલ પ્રદેશની તૂટિંગ એરસ્ટ્રિપ પર પણ આ Aircraft ઉતરી ચૂક્યું છે.
લદ્દાખના ઊંચાઈવાળા વિસ્તારોમાં સૈનિકો અને ભારે સૈન્ય સામગ્રી ઝડપથી પહોંચાડવામાં પણ C-17ની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.
આ પણ વાંચો:અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી: કડક ઇમિગ્રેશન નીતિઓ વચ્ચે 15% ઘટાડો
આ પણ વાંચો:અમેરિકામાં પિઝા ડિલિવરી કરતા પંજાબી યુવકની ગોળી મારી હત્યા, પરિવાર પર તૂટી પડ્યો દુઃખનો પહાડ
આ પણ વાંચો:અમેરિકામાં દીકરીની નજર સામે મહેસાણાના સુરેશ પટેલની હત્યા, લૂંટ બાદ બુકાનીધારીએ ગોળીઓ વરસાવી
