Not Set/ નીરવ મોદી ફરતે ગાળીયો કસાયો,અમેરિકાની કોર્ટે સમન્સ જાહેર કર્યું

  ન્યુયોર્ક ભારતમાં પંજાબ નેશનલ બેંક સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી કરીને દેશ છોડીને ફરાર થયેલાં ભાગેડુ નીરવ મોદીને પકડવા માટે દેશની એજન્સીઓ ગાળીયો કસ્યો છે.અમેરિકાની કોર્ટેમાં નીરવ મોદી સામે થયેલાં દાવા મામલે કોર્ટે તેની મુશ્કેલીમાં વધારો કર્યો છે.ન્યુયોર્કની બેંકરપ્સી કોર્ટે નીરવ મોદીને મોટો ઝટકો આપતા અમેરિકામાં તેની સંપત્તિના કોઈપણ પ્રકારના વેચાણ પર સૌથી પહેલો હક્ક […]

Top Stories
nirav modi નીરવ મોદી ફરતે ગાળીયો કસાયો,અમેરિકાની કોર્ટે સમન્સ જાહેર કર્યું

 

ન્યુયોર્ક

ભારતમાં પંજાબ નેશનલ બેંક સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી કરીને દેશ છોડીને ફરાર થયેલાં ભાગેડુ નીરવ મોદીને પકડવા માટે દેશની એજન્સીઓ ગાળીયો કસ્યો છે.અમેરિકાની કોર્ટેમાં નીરવ મોદી સામે થયેલાં દાવા મામલે કોર્ટે તેની મુશ્કેલીમાં વધારો કર્યો છે.ન્યુયોર્કની બેંકરપ્સી કોર્ટે નીરવ મોદીને મોટો ઝટકો આપતા અમેરિકામાં તેની સંપત્તિના કોઈપણ પ્રકારના વેચાણ પર સૌથી પહેલો હક્ક પંજાબ નેશનલ બેંકનો હોવાના બેંકના દાવાને સ્વીકાર કર્યો છે. આ ઉપરાંત અમેરિકન કોર્ટે ભાગેડૂ હીરા વેપારી નીરવ અને તેના 4 સહાયકની પૂછપરછ માટે સમન્સ પણ જાહેર કર્યું છે.

આનો મતલબ એ થયો કે અમેરિકાની કોર્ટે પણ સમન્સ આપ્યા બાદ હવે નીરવ મોદીને અમેરિકાની તપાસ એજન્સીઓ પણ શોધવા કાર્યવાહી કરશે.અમેરિકાની બેંકરપ્સી કોર્ટના આદેશ બાદ ભાગેડૂ નીરવ મોદીએ અમેરિકામાં કોર્ટ સમક્ષ હાજરી આપવી પડશે અથવા અમેરિકન કાયદા મુજબ પોતાની સામે આકરી કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે.

અમેરિકાની કોર્ટમાં નીરવ મોદીએ તેના નાણાંકીય વ્યવહારો અંગે માહીતી આપવી પડશે.અમેરિકાની કોર્ટમાં જો નીરવ મોદી તેના ભારતમાં થયેલાં કેસો અને નાણાંકીય વ્યવહારો અંગે સાચી માહીતી નહીં આપે તો અહીં પણ તેને સખત કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

અમેરિકાની કોર્ટે નીરવ મોદી ઉપરાંત તેના સહાયકો મિહિર ભંસાલી, રાખી ભંસાલી, અજય ગાંધી અને કુણાલ પટેલ વિરુદ્ધ પણ સમન્સ જાહેર કર્યું છે.