Not Set/ અમેરિકાએ પાકિસ્તાનનાં પકડ્યા કાન, કહ્યુ કાશ્મીર નીતિમાં કોઇ ફેરફાર નહી, દ્વિપક્ષીય વાર્તાલાપ વિકલ્પ

આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાનમાં રોષ જોવા મળી રહ્યો છે. એકતરફી પગલા લેતાં પાકિસ્તાને ડિપ્લોમેટિક સંબંધો, વેપાર સંબંધોની સાથે સમજૌતા એક્સપ્રેસનું સંચાલન બંધ કરી દીધું છે. આ સાથે તેણે સંયુક્ત રાષ્ટ્રમાં પણ કાશ્મીર મુદ્દાને ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. પરંતુ અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તે કાશ્મીર મુદ્દા પર તે પોતાની જૂની નીતિનું પાલન કરી રહ્યું […]

World
EBe0YiXXkAA8hRR અમેરિકાએ પાકિસ્તાનનાં પકડ્યા કાન, કહ્યુ કાશ્મીર નીતિમાં કોઇ ફેરફાર નહી, દ્વિપક્ષીય વાર્તાલાપ વિકલ્પ

આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાનમાં રોષ જોવા મળી રહ્યો છે. એકતરફી પગલા લેતાં પાકિસ્તાને ડિપ્લોમેટિક સંબંધો, વેપાર સંબંધોની સાથે સમજૌતા એક્સપ્રેસનું સંચાલન બંધ કરી દીધું છે. આ સાથે તેણે સંયુક્ત રાષ્ટ્રમાં પણ કાશ્મીર મુદ્દાને ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. પરંતુ અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તે કાશ્મીર મુદ્દા પર તે પોતાની જૂની નીતિનું પાલન કરી રહ્યું છે.

અમેરિકી વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મોર્ગન આર્ટગસે કહ્યું કે, તેમનો દેશ ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં સંબંધોને એક સારી દિશા પર લાવવા માટે નજર રાખી રહ્યો છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે, કાશ્મીર મુદ્દાનો દ્વિપક્ષીય વાર્તાલાભ દ્વારા ઉકેલ લાવવો જોઇએ. આ અમેરિકાનાં તે નિવેદનની વિરુદ્ધ છે જેમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે મધ્યસ્થતાની ઓફર કરી હતી. મોર્ગન આર્ટગસ કહે છે કે, બેંગકોકમાં એશિયન દેશોની પરિષદમાં ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે ઘણી વાતચીત થઈ હતી. તે યુએસ વિદેશ સચિવ સાથે સતત સંપર્કમાં હતા.

તેમણે કહ્યું કે, પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાન જુલાઈ મહિનામાં અમેરિકામાં હતા. પરંતુ કાશ્મીર બંને દેશો વચ્ચેની વાતચીતનાં એજન્ડામાં નહોતુ. યુનાઇટેડ સ્ટેટ્સનું માનવું છે કે, દક્ષિણ-પૂર્વ એશિયામાં શાંતિ સ્થાપવામાં બંને દેશો વચ્ચેનાં સંબંધો સામાન્ય હોવા જોઈએ. તેમણે કહ્યું કે, યુએસનો મત છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ વિવાદિત વિષય પર વાતચીતનો પાયો શિમલા કરાર જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.